________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનાં કિરણો વડે અજ્ઞાનરૂપી અંધકારને નાશ
થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી મનુષ્યો સર્વ ઉપમાઓ. વસ્તુઓનો વિવેક કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ઉપમેય અવ્યા
* સૂર્યની આગળ દુનિયાના પદાર્થોનું જ્ઞાન તે ચકચકતા ભજ્ઞાન.
તારાઓના સમાન શોભે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી આત્માના સર્વ ગુણેનું દર્શન થાય છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર આ જગતમાં ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રની શીતલતાથી મનુષ્ય આન્તરિક શક્તિ ધારણ કરવાને માટે શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રથી અનુભવરૂપ અમૃત ઝરે છે, તેનું ઉત્તમ યોગીઓ પાન કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રના પૂર્ણ ઉદયથી સમતારૂપ સાગરની વેલ વધે છે અને તેથી જગતમાં આનન્દ મહોત્સવ થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રનો પ્રકાશ જગતમાં પ્રસરતાં ખરેખર જગતમાં અપૂર્વ શાન્તિનો વાયુ વાય છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર સાગરની ઉપમા ધારણ કરે છે. સાગર જેમ અનેક નદીઓથી શોભે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અનેક શુભ અધ્યવસાયરૂપ નદીઓથી શોભે છે. સાગરની ગંભીરતા જેમ જગતમાં વખણાય છે, તેમ અધ્યાત્મજ્ઞાનની ગંભીરતા જગતમાં વખણાય છે. સાગરના કાંઠાને પામી મનુષ્યો જેમાં વ્યાપાર કરી લક્ષાધિપતિ બને છે, તેમ અધ્યાભજ્ઞાનરૂપ સાગરના કાંઠાને પામીને મહાત્માઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વ્યાપાર કરી પરમાત્મપદરૂપ લક્ષ્મીના અધિપતિ બને છે. સાગરમાં અન્યલોકે વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ માને છે, તેમ અધ્યાત્મસાગરમાં પરમાત્મારૂપ વિષ્ણુ અને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીનો વાસ છે. સાગરને વલોવતાં જેમ ચઉદ ર નીકળે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરને વાવતાં આન્તરિક ગુણરૂપ ચઉદ રત્નો નીકળે છે. સાગરનું દર્શન જેમ મંગલરૂપ મનાય છે, તેમ અધ્યાત્મસાગરનું દર્શન ખરેખર મંગલરૂપ મનાય છે. સાગર જેમ ભરતી વડે કચરાને બહાર કાઢી દે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સાગર પણ કમરૂપ કચરાને પોતાનાથી દૂર કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરમાં મહાત્માઓ સદાકાલ ઝીલ્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરમાં અનેક રો રહેલાં છે. અધ્યાત્મજ્ઞાનને પૃથ્વીની ઉપમા આપવામાં આવે છે. પૃથ્વી જેમ પોતાના ઉપર પડતા ખોટા-અશુભ પદાર્થોને સહન કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ પ્રકારના પરિષહ સહન કરવાને શક્તિમાન થાય છે. પૃથ્વી ઉપર જેમ અનેક વનસ્પતિ ઉગે છે તેમ આત્મામાં પણ અનેક સગુણે ખીલી ઉઠે છે. સર્વ મનુષ્યનો આધાર પૃથ્વી છે તેમ સર્વ ગુણોને આધારે ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને મેરૂ પર્વતની ઉપમા
For Private And Personal Use Only