________________
પ્રવચન રજુ ને તીર્થકર ભગવાનની પૂજાથી કર્મની નિર્જરાની દૃષ્ટિ ક્યાં ગઈ? જેમ પૂજા માટે કહેવું તેમ બધા ધર્મકાર્યમાં સમજી લેવું જોઈએ. નિર્ધન નિંદામાં, ધનવાન ગર્વમાં નબળે પડે.
ચૈત્યવંદનમાં સામાયિકમાં કે પ્રતિક્રમણમાં થાય કે વંદિત્તાને આદેશ ન મળે છે? મલ્યો તે કેવું ફક્કડ બોલ્યો, ન મલ્યામાં ને મલ્યામાં બંનેમાં કુટાઓ છે. ટાઓ છો. અકર્મીના પડિયા કાંણા દેશ મા તે અભિમાનમાં ને ન મલ્યો તે કલેશમાં. એવે વખતે રક્ષણ શી રીતે? એક જ વસ્તુ છે. વર ખાડામાં પડી ગયો છે. જે નિર્જરાની આત્મ કલ્યાણની દૃષ્ટિ હોય તે તે બધે સીધું છે. તમે પૂજા કરી તે ઉલ્લાસ ને બીજાએ પૂજા કરી તે ઉલ્લાસ. પણ તે કયારે? નિશાન હોય તો આપણે તે નિશાન ચૂકીએ છીએ. નિર્ધન માણસ હેય. જીર્ણોદ્ધાર ન કરી શકે. મૂર્તિ ન ભરાવી શકે. તેવાને અનુમોદનાથી લાભ લેવાને રહે. કરનારની નિંદા કરે તે નિર્ધન નિંદામાં નબળો પડે ને ધનવાળે ગર્વમાં નબળો પડે. દશા કઈ જગો પર સુધરે! સાધ્ય વગર આ જીવ ભૂલી જાય છે. એટલે એજ કે કર્મિના પડિયા કાંણા. વ્યવહાર અને આચારની દરકારી અને પરિણતિની બેદરકારી
તત્વ એ છે કે દેનાર મુશ્કેલ ને કદાચ દાતારને જોબ મલ્યો ને દેનાર પાસે વસ્તુ હાજર છે. એ વખતે પડિયે કાંણો નિકળે તે શું? તેમ મનુષ્યક્ષેત્ર આર્યકુળ, શરીરાદિ બધું મલી ગયું છે. નિર્જરા કરવાના કારણે બધા મલ્યા છે. સંજોગ બધા મલી ગયા છે. આવી જગા પર જો તારું જાય તો પછી અકર્મિના પડિયા કાંણા. ત્રિલોકના નાથને જોગ મળે. તું પણ તેની પાસે આવી ચડયો એવા વખતે ક્રોધના કાણા પાડે છે. માનથી મરડી નાખે છે પણ આર્મી હાથે પડિયો કાંણો નહિ કરે. તેના નસીબે કાણે આવે તે વાત જુદી. માણસ પોતે કાણું ન પાડે. એવા આપણે અકમ છીએ. આપણા ભિક્ષાના ભાજનમાં હાથે કરી કાણાં પાડીએ છીએ. કરણ એક જ, ધર્મ કરનારાઓને પણ વર વગરની જાન જેવું થયું છે. વર ખાડામાં પડયો છે તેની કોઈને દરકાર નથી. તેમ અહીં પરિણામની કોઈને દરકાર નથી. આપણે ખરેખર વિચારીએ તે માલુમ પડશે કે ક્રિયા વ્યવહાર ને આચારની દરકાર રાખી રહ્યા છીએ. પણ વર તરિકે આત્માની પરિણતિની દરકાર નથી. એક્લા વરને તપાસનારા ને જનને નહિ તપાસનારા કન્યા વગર પાછા ફરશે. અહીં વ્યવહારની જરૂર જ છે. શાસનમાં એકલા પરિણામ પણ નકામા તેની સાથે વ્યવહારની આવશ્યકતા
એકલા પરિણામ. શાસનમાં ઊભા રહેવા લાયક નથી. ભરત મહારાજા સરખા ક્ષભદેવ ભગવાનના પુત્ર ચકવતી ને ઈંદ્રના ગોઠિયા, કેમ કે ઈંદ્રને તથા ભરત મહારાજને