________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
ઝવેરાતના કાંટે ઝવેરાત તળો, ઘોડાના કાંટે ઝવેરાત ન તળે. માટે જમાલિના મતે ઉધારિયા ખાનું છે. બેટા વડા થાવ, પરણાવીશું, અહીં તેમ નથી. અહીં તે તરત દાન મહા પુણ્ય: જે સમયે જેવા પરિણામ તેજ સમયે તે બંધ ને નિર્જરા સમય માત્રને વેપાર રોકડિયો ગણવાવાળાને તે પૂજા કરતાં અસંખ્યાત સમય થયા તેમાં શુભ બાંધ્યા હતા તે મારી કરણીમાં ધૂળ પડી ને પૂજા ઉપર પાણી ફેરવ્યું. એમ માનવું તે શી રીતે? પખાલ અંગલૂણાં વખતે નિર્જરા ગણતો નથી. પખાલ અંગકૂણાં વખતે નિર્જરા ન માનતે હોય તો પૂજા કરી તેમાં ધૂળ શી રીતે કરી? ધૂળ આવી કયાંથી? પેટ જ ફાટેલું છે. ફાટેલા પેટમાં, ખાધેલામાં પણ ધૂળ આવે, તેમ અહીં જે નિર્જરા, પુન્યબંધ પખાલ કરીને તે મેળવ્યો તેમાં ધૂળ કયાંથી મળી? સર્વ તીર્થકર સમાન છતાં મૂળ નાયક કેમ ?
બીજી બાજુ વિચાર કરવામાં આવે તો આ ભગવાન તે વીશે સરખા છે તેમાં વળી મૂળનાયક શ્યા? એ સમજો. ચોવીશ તીર્થકરો સરખા છે. તેમાં ફેરફાર નહિ. કોઈ દેરાસરમાં આદીશ્વર મૂળનાયક તો કોઈ જગ્યાએ પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક, તો આવી રીતે શા કારણે તેને મુદ્દો પણ વિચારવા જેવો છે. તે જ ઉડી દૃષ્ટિથી વિચારો તો સમજાઈ જશે. ચોવીશ ભગવાન એક સરખા છતાં મૂળનાયક વિગેરે કહીએ છીએ તો ચોવીશ ભગવાનમાં નાયક કે સેવકપણું નથી. તે તો આપણી કલ્પનાનું છે. ૨૪ સરખા છે તે એક નાયક ને બીજા અમસ્થા, આ શા માટે? જે કોઈ ભવ્ય જીવ દેરાસરમાં પેસે, પહેલવહેલા એ ભગવાનનાં દર્શન થાય, પ્રથમ જે ભગવાનનાં દર્શન થાય તેને મૂળ નાયક કહીએ ને તેથી પહેલાં નંબરને આંગી પૂજાને સામાન ત્યાં ચડાવીએ. ભવ્યના ઉલ્લાસને
અંગે સરખા પૂજ્યો હોવા છતાં પહેલા મૂળનાયકને પૂજ્ય ગણ્યા. મૂળ નાયક શાને અંગે કશ્યા? તે કે ભવ્યના ભાવોલ્લાસને અંગે. આ સ્થિતિને અંગે અમુક માણસ આપણી વચમાં પૂજા કરી ગયો. તેના ભાવેલ્લાસમાં ભડકો કયાં મૂકયો? ભવ્યના ભાવેલ્લાસને અંગે નાયકપણું કહ્યું. વીશમાં સરખી સામગ્રી ન વહેંચતાં ભવ્યના ભાવોલ્લાસમાં બીજા પૂજા કરી જાય તેમાં પાણી ફેરવ્યું, ધૂળ મેળવ્યું, આ શી રીતે કહો છો? વર ખાડામાં પડી જાય, જાન ચાલી છે. પણ વર વગરની જાન છે તેમ ન હોય તો આ માણસ આ ધરમમાં વધારે કેમ જોડાય? એ વિચાર કેમ ન આવે. પૂજારી કહે કે ભાઈ લે આ હલચાવેને તમે ફલ ચડાવ્યા. તેમાં તમને ભાલ્લાસ થયો તેમ બીજાની પાસે પૂજા કરાવે તેમાં પણ ભાવોલ્લાસ રહેવો જોઈએ. પણ પેલો મારા માર્ગમાં વચમાં કેમ આવે? એવા શુદ્ર વિચાર સ્વરૂપ-શાતાને ન હોય, વરરાજા તૈયાર હોય ત્યાં બીજા વિચારો ન આવે. તે તે વર જો ખાડામાં પડી ગયું છે તેને અંગે વિકલ્પ આવે. તેમ ભાવોલ્લાસ વખતે બીજ વિચારો નહીં થવા જોઈએ. તેવે ટાઈમે કર્મના પશમની દૃષ્ટિ કયાં ગઈ?