________________
૧૪
પ્રવચન ૨ જુ - દીક્ષા લીધી ને કર્યું. હજાર કન્યા સાથે દિક્ષિત થએલી, પ્રિયદર્શના ૫૦૦ કુમાર સાથે દિક્ષિત થએલ જમાલિની છાયા કેટલી પડી હશે? રૂના ધોકડા તોલવાના કાંટાથી મતી ન તેલાય.
છતાં એક જ વચનની ખાતર શાસન બહાર. સ્થૂળ દૃષ્ટિથી તપાસે તો લોકોને જમાલિનું વચન ખરું લાગે. કરવા માંડયું તેમાં તે વિકલ્પ-પુરું થાય કે ન પણ થાય. અને જમાલિનું વચન વાંધા વગરનું લાગે. ને ભગવાનનું વચન ઉપલક દૃષ્ટિથી ખોટું લાગે. વિચારો કે અહીંથી મુંબાઈ ગયા. વચમાં ગોટાળા છે. વચમાં સુરત પણ ઉતરી પડે પણ મુંબાઈ પહોંચ્યો ને કાગળ આવ્યો તેમાં ગોટાળો નથી. તેમ કરતાં કર્યું કહેવું. તેમાં ગોટાળો છે ને કર્યા પછી કર્યું કહેવું તેમાં ગટાળે નથી. એ અપેક્ષાએ જમાલિનું વચન ટંકશાળી ને ભગવાનનું વચન ગેટાળાવાળું લાગે છે. આ બધું વ્યવહારિક દૃષ્ટિએ તપાસે તો લાગે. પણ ધોકડા તળવાના કાંટાએ મતી તળવા જાય તે શું થાય? તેમ આપણે દુનિયાની સ્થૂળ બુદ્ધિ લઈને જ્ઞાનીના વચન તપાસીએ તે કડા તળવાના કાંટે મેતી તળીયે છીએ.
આ સ્થળે વિચાર કરો. કરવા માંડયું ત્યારે થયું નથી, તે પણ આત્માના પરિણામ સુંદર થયા. હવે બગડવા માંડયા. પૂરા બગડયા નથી. વખતે પાપ બાંધ્યું તે વખતે પરિણામ બગડ્યા છે. બગડયામાંથી સુધરવા માંડયા તે વખતે સુધરવા માંડ્યા. હવે જમાલિના મતે વિચારીએ તો પરિણામ બગડવા માંડયા તે વખતે નિર્જરા થવી જોઈએ. બગડેલા વખતે નિર્જરા થવી જોઈએ. પૂરા બગડી જાય ત્યારે બગડયા કહો. એને નિર્મલ પરિણામ વખતે નિર્જરા માનવી, મલિન પરિણામ વખતે બંધ માનવો મુશ્કેલ પડે, એટલું જ નહિ, એક સમયમાં બે ભાગ ન માને તે છે કે શી રીતે કહેવાય?
મrછે તે માની શકાય. સમય જેવા બારીક કાલની અપેક્ષાએ સમયને વિભાગ લઈએ તે કરવા માંડીએ તે જ સમયે કર્યું ગણાય. નિર્જરાના પરિણામ થવા માંડયા કે સંવર થવા લાગે. કર્મ બંધ થવા માંડે કે બંધ થયો. આ ઉપરથી મહાવીર મહારાજના મુદ્દાએ રોકડિયો વેપાર, જે સમયે જેવા પરિણામ તે સમયે તેવો જ બંધ કે નિર્જરી
થાય,
जं जं समयं जीवो आविसइ जेण जेण भावेण ।
सो तम्मि तम्मि समये सुहासुहं बंधए कम्भ ॥ २४ ॥ ઉપદેશમાળામાં ધર્મદાસ ગણિનું આ વચન છે. જે જીવ જે સમયમાં, જે ભાવમાં પ્રવેશ કરે તે જીવ તે સમયમાં શુભ કે અશુભ કર્મ બાંધે. શુભ બંધમાંથી અશુભબંધમાં આવે તો શુભ બંધમાંથી અશુભ બંધમાં આવો તે તેવો તેવો બંધ તે સમયે પડે. અહીં ઉધારિયો વેપાર નથી. રોકડિયો વેપાર છે.