________________
પ્રવચન ૨ જુ
૧૨
અગ્નિના તેજથી માપવા જાય છે, વળી ખેતીના પાણીને વરસાદના પાણી સાથે માપવા જાય, તેને ઝવેરી જુઠ્ઠો તથા લુચ્ચો લાગે, તેમ અહીં પણ જે મનુષ્ય ધર્મની કિંમત આરંભાદિકની દૃષ્ટિથી લેવા જાય તેવાને ધર્મ હબગ લાગે. જે બાહ્ય પુદ્ગલની વિષયાદિકની દૃષ્ટિથી ધર્મ જોવા જાય તેવાને ધર્મ હું બગ લાગે. ભીલને હીરાનું તેજ ને મોતીનું પાણી એ કહેનાર લુચ્ચો લાગે. તેમ અહીં પણ જેઓ પૌદ્ગલિક દૃષ્ટિએ સમાજની દૃષ્ટિએ યા જગતની દૃષ્ટિએ ધર્મ જોવા જાય તેવાંને ધર્મ હબગ લાગે તેમાં નવાઈ નથી. આર ભાદિકને માગે વળગેલાને ધર્મને સમજાવનાર ન ગમે તેમાં નવાઈ નથી. માતીની કિંમત જુદી જાતના પાણીને અંગે છે. હીરાની કિંમત જુદી જાતના તેજને અંગે છે. નહિ કે અગ્નિના તેજને અંગે, તેમ ધર્મની કિંમત આત્મકલ્યાણને અંગે છે. આત્મકલ્યાણ તરફ દૃષ્ટિ ગઈ નથી, ઉત્તમ દશા વિચારી નથી. તે મેળવવાની ભાવના થઈ નથી. તેવા માટે ધર્મ ચીજ નકામી છે.
જન્મ્યા પછીના આપણા ઇતિહાસ
જન્મ્યા ત્યાંથી તે મરણ પામ્યા ત્યાં સુધી બહારના વિચાર કર્યા. આખી જિંદગીના ઈતિહાસ ક્રમ તપાસો. તેમાં આત્મા ક્યા ટાઈમે તપાસ્યો તે વિચારો. જન્મ્યા ત્યારે ખાવાપીવામાં, છેકરા સાથે રમવામાં, નિશાળમાં, વેપારમાં, બાયડીમાં, છેકરામાં, શરીરમાં જેમ જેમ મેટા થતા ગયા તેમ તેમ તપાસતા ગયા. પણ ધર્મને તે હજ સંભાળ્યો જ નથી. મરણને દેખનાર ૧૦૦ ટકા છે. જેમ પાણીમાં ડૂબેલા હજી જીવતા છે, પણ હું કોણ છું? તે કેમ ડૂબ્યો? અત્યારે મારી શી વલે છે? કેમ પાણીથી બહાર નીકળવું? નીકળું તો કયો ફાયદો છે? તે વિચાર ડૂબતાને આવતો નથી. ડૂબેલો જે જીવતો છે તેને કયો વિચાર આવે, તેને વર્તમાન તથા ભવિષ્યની સ્થિતિનું ભાન નથી. જેમ નદી, તલાવ કે દરિયામાં ડૂબેલા જીવને પોતાની સ્થિતિનું અર્થાત ઉગરવાથી ઉદય છે તેનું મુદ્દલ ભાન નથી. તેમ સંસારના અજ્ઞાન પ્રવાહમાં આપણે ડૂબેલા છીએ. મારી સુંદર સ્થિતિ કઈ હોવી જોઈએ તે માંહેલું કંઈ પણ ભાન નથી. આ વસ્તુ પાણીમાં ડૂબેલા જીવની સ્થિતિ વિચારીએ તે ધ્યાન આવે. જેમ જ્ઞાનના પ્રવાહમાં તણાઈ ડૂબી ગયેલા તેથી તેને પોતાનો ખ્યાલ નથી અને તેથી મરણ સુધી ધર્મને સંભાળતો નથી.
વર વગરની જાન જેવા આપણા કરાતા ધ
અરે! ધર્મ કરનારાને અંગે વિચારીએ તો વર વિનાની જાન. આથી ધર્મ કરનારાને ઉતારી પાડવા માંગતો નથી, પણ તેને સાવચેત કરવા માગું છું. વર વિનાની જાનની મશ્કરી સાંભળો તો જાન બંધ કરતા નથી, પણ વરને સાચવો છે. તેમ ધર્મ કરનારાને અંગે તેવી સ્થિતિ થઈ છે. એક જગા પર સદ્ગૃહસ્થી જાનમાં વરને લઈને નીકળ્યા. પહેલા કાળમાં જ્યાં વેવાઈનું ગામ આવે તે તેને બે પાંચ ગાઉનું અંતર રહે ત્યારે