________________
પ્રવચન ૨ જુ
સં. ૧૯૯૦ અસાડ સુદ ૯
શાસકાર મહારાજા કલિકાલ સર્વશ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય સૂરિજી ધર્મોપદેશ કરતાં થકા આગલ જણાવી ગયા કે-મહાપુરુષોના ગુણનું કીર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે. તેટલા જ કારણસર હું પણ ત્રિષષ્ટીશલાકા પુરુષચત્રિ કરું છું. તે ચરિત્રમાં યાવત ધના સાર્થવાહ ધર્મઘોષસૂરિપાસે ગયા છે. ધર્મઘોષસૂરિને કહે છે કે મારે દાન દેવાને સમય આવ્યો છે. દાન દેનાર ગ્રાહકની સ્થિતિને વિચાર કરે છે. તેવી જ રીતે ધર્મશેષ સૂરિ ધનાસાર્થવાહની સ્થિતિને વિચાર કરે છે. દાન દેનારા દાન લેનારને પલ્લો-પાત્ર કેમ છે તેને વિનાર કરે છે. દેનારે દીધું, લેનારે લીધું પણ પલ્લો જાણે જ છે. જેમ કાણા પલ્લામાં લેવાવાળો લેતો હોય ત્યારે દાતારે દ્રવ્યના સંકોચને અંગે નહીં પણ દ્રવ્યના નાશ અંગે વિચાર કરવાની જરૂર છે. દાતારે દેતા થતા યાચકની સ્થિતિ અને પાત્ર તપાસવું જોઈએ. જો ન તપાસે તે દાતારનું દીધેલું દાન વ્યર્થ થઈ જાય. તેમ અહીં ધર્મઘોષસૂરિજી વિચારે છે કે દેવાનું શું? અને કોને દેવું? તે લાયક છે કે નહિ? અને દઉં છું તે વસ્તુ બરોબર રહેશે કે નહિ? ઝવેરીને ત્યાં ૫-૫૦-૫૦૦–૧૮૦૦-૫૦,૦૦૦ નું નંગ મલશે ત્યાં ચીભડાં, કારેલાં કે ભીંડાનું શાક નહિ મલે તેમ અહીં મુનિ મહારાજ પાસે આવેલ મનુષ્ય સામાન્ય, મધ્યમ યા તો વિશેષ કોઈપણ રીતે ધર્મ પામશે. અધર્મને અવકાશ નથી. કારણ ઝવેરી પાસે ઝવેરાત સિવાય બીજું નથી તેમ મુનિ મહારાજ ઉપાધ્યાય આચાર્ય, ગણધર કે તીર્થંકર પાસે ધર્મ સિવાય બીજી ચીજ દેવાની હોતી નથી.
આ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે કે કોણ કઈ વસ્તુ દે. જે માણસ પાસે જે વસ્તુ વિદ્યમાન હેય તેજ દે. તે મુનિ મહારાજાઓ આચાર્યાદિકની પાસે અધર્મ છે નહિ તે દે ક્યાંથી? આરંભ પરિગ્રહ વિષય કષાયની બુદ્ધિ છે નહિ તે ઘ કયાંથી? હેય જ નહિ તે દે કયાંથી! તેમની પાસે એક જ ચીજ દેવાની છે. કઈ? તે કે ધર્મની, ધર્મ સિવાય મુનિરાજો પાસે બીજી ચીજ નથી.
હીરાનું તેજ અને મોતીનું પાણી અગ્નિ અને વરસાદના પાણી સાથે ન મપાય. ઝવેરાતના હિસાબે ઝવેરીની કિંમત. કોળી નાળી ઝવેરાતનું તત્વ ન સમજે કોળીએ નંગ લઈ જવા માંડયું. દીવાસળી જેટલું પણ અજવાળું નથી અને આ ઝવેરી તે નંગના તેજને સૂર્ય જેવું તેજ કહે છે. એક ઝવેરી હતી. તેણે મેતી લીધું. બોલ્યો કે પાણીને દરિયો છે. તેની પાસે કોળીએ કપડું ભીંજાવા માંડયું. ભીનું ન થયું. જે હીરાના તેજને