________________
આગામેઢાકક પ્રવચન શ્રેણી સાધુઓ પાસે ધર્મ સિવાય બીજી વાત ન હોય
મહાપુર, કઈ સ્થિતિવાલા છે તે ખ્યાલમાં છે. મહાપુરુષનું વર્તન ધ્યાનમાં લો. તે તેમના દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગને ચરણ—કરણાનુયોગ તમને ફાયદો કરશે. હવે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ તેટલા માટે જ કહે છે કે આ ધન્ના સાર્થવાહનું ચરિત્ર ઉપરના બતાવેલ કારણોને લઈને જ હું કહું છું. તે ધન્ના સાર્થવાહ માફી માગવા આચાર્ય પાસે ગયા છે. જેમ તળાવની પાસે આવેલો ઠંડા પવનને પામે. ચાહે નાહવા ધોવા કે હગવા મુતરવા તળાવ પાસે આવ્યો હોય તો પણ તે ઠંડો પવન પામે. તેમ અહીં મહાભાગ્યશાળી એવો તે જીવ ધર્મઘોષસૂરિ પાસે આવ્યો હોય, ભલે પછી તે માફી માગવા આવ્યો હોય તે તેની પણ દરકાર નથી. સાચા વેપારીને ત્યાં ખોટો રૂપિયો હોય તે ત્યાં જ દાટી દે. ખોટો રૂપિયો કોથળીમાં ઘા ન પાલવે. તેમ સાધુ મહાત્માને ત્યાં ધર્મરહિત ચીજ ન પાલવે. શા હુકારને ત્યાં વગર કામે ખેટો રૂપિયો ન પાલવે. ખીલ મારી કાણો કરી દેવો પડે. એવી રીતે સાધુ મહાત્માને આ માણસ મારી ભકિતવાળે છે કે રૂચિવાળે છે કે આદરવાળે છે તેને વિચાર કર્યો ન પાલવે. માત્ર અહીં તો ધર્મના સાચા રૂપિયા સિવાય બીજો ઉપદેશ દેવાને નથી. લંડનબેંક મેનેજર બીજી બેંકની વાત ન કરે તેમ આ ધર્મ ભવાંતરની બેંક છે. તે ભવાંતરની બેંકમાં જે નાણું મૂકો તે જોઈએ ત્યારે મલે. તે ધર્મની અંદર કરેલી પ્રવૃત્તિ જોઈએ ત્યાં ફળદેવાવાળી થાય. બેંકમાં તમારું ખાતું ન હોય તે પરદેશમાં તો જે બેંકમાં નાણું મૂક્યું હોય તેજ બેંકમાંથી મળે. આવું કોટિધ્વજની બેન્કમાં ન હોય. ત્યાંથી તે બીજા ભવમાં કાંઈ ન મળે. અહીંના આ ભવાના મેટ્રિપતિ તે પરભવના કોડિયાપતિ. આ તો જેઓ મેળવવાની બુદ્ધિએ. ધર્મ કરતાં હોય તેને માટે. કેડને છોકરો જતો કરવો ને પેટના છોકરાની આશા રાખવી, આ ભવની આશા છોડવી ને આવતા ભવની આશા રાખવી તેવું કરો છો. અરે! તમે વિચારો કે વ્યાજે રૂપિયા આપે છે તે કઈ સ્થિતિએ? કેડને જાય ને પેટની આશાએ કે કે નહિ? રોકડા આપી ઉધાર લખે તે કેડના આપી પેટની આશા રાખીએ છીએ તેમજ કે નહિ? “કમાવાની આશાએ રોકડ મૂડી ખરચી માલ લેવાય છે, નહિતર એના વિના નિભાવ નથી” અહીં સ્થિતિ શી છે? તે વિચાશે. કાજળમાંથી કોહિનૂર મળવાને, તે છતાં કોહિનૂર ન મેળવીએ નિર્ભાગી. કાજળ અને કોલસાના બદલામાં કેહિનૂર
એક રાજ્યમાં ખૂબ ધૂળ છે. હવે શું કરવું? જે મુસાફર જય તેને ફરજીયાત મણ મધૂળ લઈ જવાની ફરજ પાડવી. આગળદરિયાને કાંઠો. ચીકણા કાદવની જમીનવાળાએ દેખ્યું કે ત્યાં માણસ બેસાડયો છે કે અહીં જે ધૂળ નાખે તેને શહેરમાં સેનાની ચિઠ્ઠી લખી આપવી. જેટલી ધૂળ નાખે તેટલું સોનું મળે, કલમની જગ્યાવાળાએ સેનાની