________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ ૭૩૫
નામવાળા તેર પ્રકારને થાય છે. જેમકે (૧) વાતકુંડલિકા,(૨) અણિલા,(૩)વાતબસ્તિ, (૪) મૂત્રાતીત,(૫) મૂત્રજઠર,(૬) મૂત્રસંગ,(૭) મૂત્રક્ષય,(૮) મૂત્રગ્રંથિ,(૯) મૂત્રશુક્ર,(૧૦) ઉષ્ણુવાત, (૧૧) મૂત્રશાદ, (૧૨) વિડવિઘાત અને (૧૩) બસ્તિકુંડળ. એ પ્રમાણે વાયુ, પિત્ત ને કફના હીન, મિથ્યા અને અતિવેગથી પેશાબ કણથી આવે છે, પેશાબ બળતરા સાથે આવે છે, પેશાબમાં ગાંઠ બંધાઈ જય છે અને પેશાબ વીર્ય સાથે આવે છે. તે તે લક્ષણેવાળા રોગનાં નામ ઉપરથી તેના ગુણદોષ જાણી શકાય છે. માટે અત્રે જુદા લખ્યા નથી. પરંતુ જુદાં જુદાં લક્ષણે જાણવાં હોય તેણે માધવનિદાનમાં જોઈ લેવાં. મૂત્રઘાતને રોગ પેશાબ રોકવાથી, પેશાબની હાજત થઈ હોય તેવી અવસ્થામાં મૈથુન કરવાથી, વિયને રોકવાથી તથા મળને રોકવાથી થાય છે. તેમાં વાત કુંડલિકા, મૂત્રજઠર, મૂત્રગ્રંથિ, મૂત્રશુક તથા વિડવિઘાત અને બસ્તિ કુંડળ એટલા અસાધ્ય છે તથા બાકીના કષ્ટસાધ્ય છે. - અમરી (પથરી):-જે વખતે અપાનવાયુ મૂત્રને રેકવાથી અથવા વીયને રોકવાથી અથવા પેટ સુધી પાણીમાં ઊતર્યા પછી પાણીમાં ઊભા રહી પેશાબ કરવાથી બસ્તિ એટલે મૂત્રાશયમાં આવી વીર્યને અથવા પિત્તને અથવા કફને પિતાના રૂક્ષ ગુણથી સૂકવે છે, ત્યારે તેની પથરી ઉત્પન્ન થાય છે, તે અશ્મરી રેગ વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી એ પ્રમાણે ચાર પ્રકારથી થાય છે. પરંતુ ઉપરનાં કારણે સિવાય ઘણીખરી પથરી બાળકેને થાય છે, કે જેમાં ઉપર લખેલાં કારણે સંભવ નથી. પરંતુ ભારે, મીઠા, ઠંડા અને ચીકણા પદાર્થો અતિશય પ્રમાણમાં બાળકેના અથવા બાળકની માતાના ખાવામાં આવે છે, જેથી તેની ઇક્રિય નાની અને કેમળ હોવાથી તેમાં પથરી બંધાઈ જાય છે. તેવી રીતે શુકામરી ઘણું કરીને પુખ્ત વયના પુરુષને જ
For Private and Personal Use Only