________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, ધન ને મારણ ૯૮૯ નવા લીંબુનો રસ નાખતા જવું એટલે લગભગ એકાદ માસમાં ભસ્મ તૈયાર થશે.
૧૫. સાબરશિંગાની ભસ્મ -સાબરશિંગાને કુંવારના રસમાં તથા ધંતુરાના રસમાં બેબી મૂકી ગજપુટ અગ્નિ આપવાથી સફેદ ભસ્મ થશે.
૧૬. હરતાલભસમ -વરખી હરતાલ તેલ ૧ લઈને કુંવારના એક શેર રસમાં વાટતાં વાટતાં ગળે વળી જાય, ત્યારે તેને ચીનાઈ પ્યાલીના સંપુટમાં ગોઠવી, ત્રણ કપડમટ્ટી કરી, એક વેંત (કુડકુટપુટ) ખાડામાં મૂકી આંચ આપવાથી સફેદ ભસ્મ થશે.
–યતિશ્રી રવિહંસજી દીપહંસ-સુરત ૧. સુવર્ણભક્ષ્મ-ઢીંગણા (કાંટાવાળે તાંદળજો)ના રસમાં સોનાને રેતરડીથી ભૂકે કરાવી, (અથવા સેનાના વરખ લેવા) રસની સાથે ખૂબ ખરલ કરી ગોળી બનાવી સરાવસંપુટમાં મૂકી ગજપુટને અગ્નિ આપવાથી ભસ્મ થાય છે.
૨. બીજી વિધિ:-પ્રથમ સોનાનાં પતરાંને જળજાંબુના રસમાં સાઠ (૬૦) વખત છમકારવું. પછી જળજાંબુના રસમાં સાત વખત ગજપુટ આપવાથી સેનાની ઉત્તમ ભસ્મ થાય છે.
૩. સુવણશોધન-સેનાનાં પતરાંને તેલ, છાશ, ગોમૂત્ર, કુલથી, કાંજી તથા આકડાના દૂધમાં સાત સાત વખત છમકારી શુદ્ધ કર્યા પછી જ સેનાની ભસ્મ કરવાથી ઉત્તમ ભસ્મ થાય છે.
૪. રેપ્યભસ્મા-ચાંદીનાં પાતળાં પતરાં કરાવી (ગોટીની ચાંદી પણ ચાલશે) મૂત્ર, તેલ, છાશ, કાંજી, કુલથી અને આકડાનું દૂધ એ દરેકમાં સાત સાત વખત છમકારવું જેથી શુદ્ધ થાય છે. પાણતંદાને વાટી લુગદી કરી ઉપર મુજબ શુદ્ધ કરેલી
For Private and Personal Use Only