________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા- ભાગ ૨
ચાંદીનાં પતરાં લૂગદીમાં મૂકી છાણાં શેર બેને અગ્નિ આપો. એ પ્રમાણે બાર વખત અગ્નિ આપવાથી ભસ્મ થાય છે. - પ. બીજી વિધિ-ચાંદીનાં પતરાંને શુદ્ધ કરી મેંદીને રસ, બાવળનાં પાનનો રસ અને કેરડાનાં મૂળની છાલને રસ કાઢી તેમાં તારને ભૂકો બે પહોર સુધી વાટી ગેળ કરી સરાવસંપુટમાં મૂકી ગજપુટ અગ્નિ આપવાથી શુદ્ધ ભસ્મ થાય છે. તેલમાં પૂરેપૂરી ઊતરે છે.
૬. ત્રીજી વિધિ-તારની શુદ્ધ કરેલી ભૂકીને અઘાડાના રસમાં ખૂબ ઘૂંટી તેની (અઘાડાનાં પાનની) લુગદીમાં મૂકી સંપુટમાં મૂકી ગજપુટને અગ્નિ આપ. એવા ત્રણ ગજપુટ આપવાથી સફેદ ભરમ થાય છે.
૭. ચેથી વિધિઃ-અમરવેલને રસ શેર છે તથા લીંબુને રસ શેર મા એકત્ર કરી, પછી બે છાણાં મોટાં પાંચ પાંચ શેરનાં કરી, વચ્ચેથી કોતરી તેમાં રસ ભરી વચ્ચે પતરું મૂકી સળગાવવાં જેથી ચાંદીની ભસ્મ થાય છે.
૮. પાંચમી વિધિ-કેતકીની ગાંઠ ૧ શેર લઈ તેની અંદર રૂપાનું પતરું તોલા ભારનું મૂકી કપડમટ્ટી કરી ગજપુટને અગ્નિ આપ જેથી ભસ્મ થાય છે.
૯ તામ્રભરમ:-પ્રથમ તાંબાનાં ઝીણાં કટકલી પતરાં કરાવવાં, (અથવા ખોટા કસબને બાળી તેમાંથી મૂકે કાઢ) પછી તેને એક દિવસ આબલીને કેરના પાણીમાં ઉકાળવાં. પછી તેલ, ગોમૂત્ર, કુલથીને કવાથ, કાંજી, ત્રિફળા, થારનું દૂધ, આકડાનું દૂધ, ગાયનું દૂધ, આંબલી, લીંબુ, કુંવાર, કેળનું પાણી, નાળિ ચેરનું પાણી, ગાયનું ઘી, સૂરણને રસ તથા દહીંનું પાણી એ દરેકમાં સાત સાત વાર છમકારવાથી અમૃત જેવું શુદ્ધ થાય છે.
For Private and Personal Use Only