________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૧૭
જના ઘડી રસશાળાનું વર્ણન કરવામાં આવ્યું છે, કે જેથી પારાને ગેરઉપગ થાય નહિ. પરંતુ જે કાળમાં એ વર્ણન લખાયું તે કાળને માટે ભલે તે બંધબેસતું હોય, કેમકે તે સમયમાં પારે અને ગંધક એ બેઉ બહુ દુર્લભ, અપ્રાપ્ય અને અપરિચિત વસ્તુઓ ગણાતી હતી; પણ હાલના જમાનામાં જ્યારે જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે તેટલા તેટલા પ્રમાણમાં તે મળી શકે છે. આમ હોવા છતાં હાલના વૈદ્યરાજે તેને ખરો લાભ મેળવી શકતા નથી એ ઘણું જ દિલગીરી ભરેલું છે. .
આયુર્વેદના ઉપલબ્ધ ગ્રંથે તપાસતાં અમને એમ સમજાયું છે કે, આયુર્વેદમાં ઋષિપ્રણીત અને સિદ્ધ (ગી) પ્રણીત એમ બે જાતની ચિકિત્સાઓ છે. ઋષિપ્રણેત ચિકિત્સામાં રોગ, રેગનું પૂર્વરૂ૫, તેની સંપ્રાપ્તિ, લક્ષણ, ઉપશાચ, દેશ, કાળ, વય અને વહનિને વિચાર કરી, રોગીને આવ્ય આપવા માટે પાંચ કમને નિશ્ચય કરી, ચિકિત્સા નિર્માણ કરેલી છે. જ્યારે સિદ્ધપ્રણીત ચિકિત્સામાં ઉપરની તમામ ખટપટને દૂર કરી,સિદ્ધોએ ઉપદેશેલા રસે વાપરવાથી ઋષિવિદ્યાથી નહિ મટતા અને અસાધ્ય ગણાતા રેગોને દૂર કરી, અજરામર પદ પ્રાપ્ત કરવા સુધીનો વિધિ લખવામાં આવ્યો છે. ભેષજ્યરત્નાવલિના કર્તા લખે છે કે –
न दोषाणां न रोगाणां न पुंसां च परीक्षणम् ।
न देशस्य न कालस्य काय रस चिकित्सिते॥ ઉપરનાં વચનથી રસ (પારા) માં કેટલું બળ રહેલું છે તે આપણને સમજાય છે. પરંતુ શ્રીશંકર જેમ ભક્તોને જેવા રૂપમાં અને જેટલા પ્રમાણમાં ભક્તિ કરનાર હોય છે, તેને તેવા રૂપમાં અને તેટલા પ્રમાણમાં ફળ આપે છે, તેમ પારદ પણ જેટલા પ્રમા ણમાં અને જેવા રૂપમાં મનુષ્યો તેની ભક્તિ એટલે સેવા ઉઠાવે
For Private and Personal Use Only