________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પચી જાય અને સુ સુકાઈ જાય, ત્યારે પછી એવી જ રીતે ચાર શેર ગુલાબજળ પચાવવું એટલે સુમે તૈયાર થશે. એ સુરમાથી આંખનાં ફૂલાં, છારી, ઝાંખ વગેરે દરદ મટે છે. માત્ર મતિયા અને પરવાળાં મટતાં નથી. - ૨૪, મુખનું મંજન –હીરાદખણ, ચિનીકબાલા, એલચી, હીમજી હરડે, ફુલાવેલી ફટકડી, સફેદ કાથો, શંખજીરુ, કલાઈસફેતા અને કપૂર સમભાગે લઈ, એ સર્વની બરાબર સોનાગેરુ લે. પછી બારીક વાટી ચૂર્ણ કરવું. જે મેંમાં તથા જીભ ઉપર ચાંદી પડી હોય અથવા મેં આવ્યું હોય તે આ મંજન બે આનીભારને આશરે જીભ ઉપર મૂકી, જીભ વડે આખા મેઢામાં ફેરવવું અને પછી મેટું ગળતું મૂકી સારે પાણીએ કોગળા કરી નાખવા, એટલે મેઢાનું દરદ મટી જશે.
૨૫. તબાસીર-વાંસકપૂર બારીક વાટીને તેનું ચૂર્ણ કરવું. તેમાંથી એક એક વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર સાકર સાથે, મધ સાથે અથવા પાણી સાથે આપવાથી સ્ત્રીઓના પેશાબ ગર્ભાશય કે ગર્ભિણીને રોગો અને સુવાવડના રોગોને ઘણી ઝડપથી મટાડે છે. જે સ્ત્રીને સુવાવડ ગયા પછી પેઠું ફલી ગયું હોય, તેને સૂકે કુદીને તેલા બે તથા સાકર તોલા બેને બશેર પાણીમાં ઉકાળી, ૦ શેર પાણી રહે તેમાં તબાસીરનું બે આનીભારનું પડીકુ નાખી દિવસમાં બે વાર પાવામાં આવે, તે થોડાક દિવસમાં તે તમામ પાણી ઝરી જઈ પેઢાની નસે અસલ સ્થિતિમાં આવે છે.
૨૬. ટાંકીને મલમ-રસકપૂર ૧, કલઈ સફેતે ૮, રાળ ૪ કપૂર ૨, ફુલાવેલ ઘાપહાણ ૪, સફેદ કાથો ૪ અને સિંદૂર ૮ ભાગે લઈને એકઠું વાટી સો પાણીએ હૈયેલા ઘીમાં મેળવી, ટાંકી અગર ઝેરી ચાંદાં પર ચોપડવાથી અથવા ચાંદીના જખમમાં ભરી ઉપર સાદા મલમની પટી મારવાથી તમામ જાતની ચાંદી મટે છે.
For Private and Personal Use Only