________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૬૦
ઈન્દ્રજવ, કરમાણી અજમે, ફણસફાફડે, જાયફળ, જાવંત્રી, એલચી, કરિયાતું, હરડેદળ, વાયવડિંગ, વાકુંભા, કાચકે, સવા, હિંગડો, સંચળ, બળ એ સર્વે સમભાગે લઈ ઝીણાં વાટી, પાકાં ચેવલી પાનના રસમાં મેટા સરસવ જેવડી ગોળી વાળવી. એક અથવા બે વાર, એક અથવા બે ગેળી ધાવણ સાથે આપવાથી બાળકના ઝાડા, ઊલટી, કૃમિ, તાવ, ખાંસી વગેરે મટે છે. એક મહિનાનું બાળક જે રાત્રે ઊંઘતુ ન હોય તો દરરોજ રાત્રે અકેક ગોળી આપવાથી બાળક ઊંઘે છે અને તંદુરસ્ત બને છે. તે બાળક ચાર મહિનાનું થયા પછી આપવામાં આવે છે તે બાળક ખુશમિજાજમાં રાત્રી પસાર કરે છે અને નિરાંતે ઊંઘે છે, તથા તે બાળક ઘણું શક્તિવાળું થાય છે. ઘણા લે કે બાળકને અફીણની ગેળી આપે છે. કારણ કે બાળક રાત્રે ઊંઘતું નથી અને ઊંઘવા દેતું પણ નથી, તેથી ઘણી માતાઓ અફીણ આપવાનું ચાલુ રાખે છે. પણ અફીણ આપવું એ ઘણું ભયંકર છે ને જે માતા ભૂલ કરે તે બાળકના પ્રાણ જવાને વિશેષ સંભવ છે. આ ગોળીથી કઈ પણ જાતને વિકાર નહિ થતાં, બાળક પુષ્ટ અને સશક્ત બને છે.
૨૨. આરસપહાણ-આરસપહાણના પથ્થરના કકડા લાવી તેને ખાંડી, બારીક વાટી, તેને જરા ગેરુને રંગ આપી, બબ્બે વાલનું પડીકું ઘી સાથે અથવા ઘીને સાકર સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી સ્ત્રીઓના રોતાપ્રદર (લેહીવા) ને મટાડે છે.
૨૩. કાળે સુરમો –બહેડાની મીંજ તેલા ચાર, ધેળાં મારી તલા બે, ફુલાવેલી ફટકડી તલા બે, શંખની નાભિ તેલા બે, સૂરોખાર તેલા બે, મનસીલ તેલા બે અને કાળો સુરમો તેલા સાઠ એ સર્વેને ઝીણાં ખાંડી કપડે ચાળી પછી મોરથુથુ તોલા આઠ લઈ તેનું ચાર શેર પાણું બનાવવું. તે પાણીમાંથી સુરમાના ચૂર્ણ માં નાખતા જવું અને ખલ કરતા જવું. એવી રીતે બધું પાણી
For Private and Personal Use Only