________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
નથી. ઘી ઘસતાંની સાથે તરતજ ન બળવાન થાય છે ને દુખાવે નરમ પડે છે. જેને માથાને વ્યાધિ હોય અથવા જેનું મગજ ખાલી પડી ગયું હોય, જે જાગતાં, ઊંઘતાં વારંવાર વિચારો પર ચડી જતા હોય અને શાંત નિદ્રા આવતી ન હોય, જેને આદા શીશી, તમ્મર, આંખનું બળવું, આંખની લાલાશ, ઝાંખ અને ઝામર વગેરે વ્યાધિ દુઃખ દેતા હોય તેઓ જે સવારસાંજ માથે ઘી ઘસવાન મહાવરો રાખે તે તેમની પીડા અવશ્ય દૂર થશે. મેં મારી જાત ઉપર અને અનેક દદી ઉપર આ પ્રયોગ અનુભવ્ય છે. આ પ્રોગથી રતાંધળાપણું દૂર થાય અને આંખનું તેજ વધે છે.
૪. બળતરા-થેરિયા, ખરસાણીનું દૂધ કે મરચાં વગેરે દાહક પદાર્થો આંખમાં પડવાથી જે બળતરા થાય છે તે તેમજ નાક તથા ગુહ્ય અવયવે પર કોવચ કે બીજી કોઈ પણ દાહક પદાર્થ અડવાથી જે વેદના થાય છે તે ઘી ઘસવાથી તરત શાંત થાય છે. આંખની બળતરામાં આંખમાં ઘીનાં ટીપાં મૂકવાં અને નાક કે મગજની બળતરામાં ઘીનાં ટીપાં મૂકવાથી તત્કાળ વેદના શાંત થાય છે. કેટલાક અવયવ પર ઘીને બદલે તેલ ઘસવું વધારે ફાયદાકારક થાય છે. કેમકે ગ્રંથકારોએ દત્તાદના મુળ તિરું
ખ્ય નતુ મેગા તેલ ચોળવાના ઘણા ફાયદા વર્ણવ્યા છે. જેથી વિષથી શ્વાસનલિકા મૂઈિત થઈ જાય અને ગળાના કાકડા બેસી જાય તેવા વિષના નિવારણ માટે ઘી પીવું જોઈએ. એકસામટુ નહિ, પણ થોડી થોડી વારે વારંવાર પાયા કરવાથી શ્વાસનલિકા સુંવાળી રહે છે. વારંવાર પાવું એ ઘસવા કે ચોપડવા જેવું જ છે.
–વૈદ્ય મણિલાલ બકોરભાઈ વ્યાસ-હરિપુરા
સમાપ્ત
For Private and Personal Use Only