________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૯૩
પુલાવેલ ટંકણખાર વાલ ૧ અને ખુરાસાની વજનું ચૂર્ણ વાલ ૧, મેળવી આપવું. દર કલાકે ધાવણ સાથે એકેક પડીકું આપવાથી તાણ-ખેંચ બંધ પડી સુખરૂપ નિદ્રા આવે છે અને દેષ ઊલટી દ્વારા યા પેશાબ દ્વારા નીકળી જાય છે. પેશાબ ખુલાસાથી થયા બાદ ઘણે ભાગે આંચકી આવતી નથી, તેમજ હુમલે નરમ પડી ગયા પડી ગયા પછી જે કારણ માલુમ પડે, તે કારણના એગ્ય ઉપચાર કરવા. તાવ અને સસણી મટી ગયા પછી જે કારણથી ફેફસાંમાં નબળાઈ હોય તે કારણના ઉપાય કરવા. આ પડીકાં આપવાથી સસણીને તથા તાવને સારે ફાયદો થાય છે. તેમજ આંચકી આવતી નથી.
૧૭. બાળકોને યકૃતનું દરદ-બચ્ચાને ઠંડીના કારણે તથા ભારે ખેરાક તેમજ માતાના ખાવાપીવામાં અનિયમિતપણાથી તથા ભારે ચીકટ દૂધ પેટમાં જવાથી યકૃત વૃદ્ધિ પામી તાવ આવે છે. આ દરદમાં બચ્ચાંનું પેટ જરા ભરેલું લાગે છે, યકૃતની નિશાનીઓ જણાય છે, ચહેરો ફેફરેલ થઈ આવે છે, દસ્તની કબજિયાત જણાય છે, બચું સુસ્ત થઈ પડી રહે છે, તાવ સખત આવે છે તથા પેટ ઠેકી જતાં બેદે અવાજ આવે છે.
૧. આ દરદમાં કડુભજિત નામની બનાવટ (નં. ૩ જો) બાળકને બહુ માફક આવે છે. એ ચૂર્ણ એકથી બે વાલ સુધી દર ટંકે દિવસમાં ત્રણ વખત ગરમ પાણીમાં આપવું, જેથી એક બે દિવસમાં તાવ નરમ પડી જઈ પેટ સાફ થઈ યકૃતમાં ફેરફાર જણાશે. ૬ થી ૮ દિવસ દવા આપવાથી પૂર્ણ આરામ થાય છે.
૨. કડુભજિત ચૂર્ણ વાલ ૨, મંડૂરવાળુંનવાયસ ચૂર્ણ રતી ૨, એ બન્ને સાથે મેળવી ગોળ અથવા સાકર સાથે આપવાથી પણ તેવી જ રીતે આરામ થઈ લેહી શુદ્ધ થાય છે.
૧. કમળ-કડુનું ચૂર્ણ ૨ થી ૪ વાલનાં ત્રણ પડીકાં દિવ
For Private and Personal Use Only