________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
છે, ગાંઠ બહાર નીકળી આવે છે અને શુદ્ધિ આવે છે, એટલું જ નહિ, પરંતુ આજ દવાથી તે દરદી પ્રભુકૃપાથી સારો થાય છે. કોઈ દરદીને પરસેવો સાધારણ થાય છે, કોઈને એકાદ ઝાડો થાય છે, કેઈને પેશાબ થાય છે અને ત્રણથી ચાર કલાકમાં તાવ એકાદ ડિગ્રી ખસી દરદી શુદ્ધિમાં આવે છે. જે પ્લેગના દરદીને ઝાડોઊલટી વિશેષ હોય અથવા જેને બલગમમાં લેહી પડતું હોય અથવા જેને ગળામાં સોજો આવ્યો હોય, એ પ્રમાણેના આ ત્રણ પ્રકારના પ્લેગમાં ફાયદો થયે નથી. બાકીના ફેલાવાળા પ્લેગના કેસમાં પણ આ દવા મારા અનુભમાં સારી નીવડેલી છે. માણેકરસ તથા નાઈથી ઝાડા થવા સંભવ છે, માટે કોઈને વધુ ઝાડા થાય તે માણેકરસનું વજન કમી કરી નાઈને બદલે જરા ઝેરકચૂર મેળવી આપ. પણ જ્યાં સુધી એકથી વધુ ઝાડે થાય નહિ ત્યાં સુધી લાંબો સમય આ દવા ચાલુ રાખવાથી ઘણા દરદી સારા થયા છે. દરદીને અનાજ આપવું નહિ. પ્લેગમાં ગાંઠ શરીરની અંદર ન રહેતાં આ દવાથી જલદી બહાર નીકળે છે. આ દવાથી જે સન્નિપાત નહિ બેસે તે કાવતરીનું પાતરું અડધું લઈ ઝીણા ટુકડા કરી શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી ગાળી પાઈ દેવું, જેથી બે કલાકના અંતર સુધીમાં પેશાબ થઈ લવાર બંધ થાય છે. પ્લેગમાં તુલસી એ જંતુનાશક છે. તુલસી માટે વ૪િ મૃત્યુ દર સર્વ વ્યાધિવિનારાનમ્ એવું શાસ્ત્રમાં કહેલ છે. હળદર લેહીને શુદ્ધ કરે છે એમ સમજી આપું છું.
૨. ઉપદેશ પ્રમેહ –ઉમરડો જૂને હોય અને પાણી નજીકની જગ્યા હોય, એવા ઉમરડાની બાજુએ ઊંડે ખાડો ખેદી ઉમરડાનું સીધું મૂળ જમીનમાં ઊતરેલું હોય તે શોધી કાઢવું. આજુબાજુનાં આડકતરાં મૂળિયાં લેવાં નહિ. એક માડાપૂર સીધે ખાડે ખેદ જોઈએને સીધું મૂળ શોધી કાઢી મટેડું
For Private and Personal Use Only