________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
- -
-
-
દાંત આવતાં જે પીડા થાય છે તે થતી નથી. કેઈને ગમે તે જાતની ગાંઠ થઈ હોય અથવા ગાંઠ થવાને સંભવ હોય અને દરદ ભીતર દેખાતું હોય તે એ પાતરાંને છૂંદીને ગરમ કરી બાંધવાં અને ટાઢાં પડી ગયા પછી બદલવાં. એવી રીતે સવારસાંજ બબે કલાક એ પાતરાને શેક ચાલુ રખાય તે તે ગાંઠને ભીતરથી પકાવી, ઉપર ખેંચી લાવી, ફાડી નાખે છે; કઈ પણ ગાંઠને એ પેટમાં ઊતરી જવા દેતી નથી. એનાં પાતરાને બાળી રાખ કરી, ઘી અગર તેલમાં મેળવી ચોપડવાથી ટાંકી (સિફિલિસ) જેવાં ઝેરી ચાંદાને તાકીદથી રુઝાવે છે. એનાં પાતરાંને પાણી મૂકીને કાઢેલે રસ, જરા સાકર મેળવીને પાવાથી બગલ, મુખ અને પેશાબને માર્ગે જતી ધાત બંધ થાય છે.
૧૫. દરદમા-કાએ હિંગળક વાટીને ઘણું જ બારીક ચૂર્ણ કરવું. જો કેઈને હાંફ ચડી હોય અથવા સન્નિપાતમાં તથા ઘણા વાયુવાળા રોગીને આદુ તાલે ૧ કુદીને તેલ ૧, વાટીને રસ કાઢી તેમાં જરા મધ મેળવી તેને ગરમ કરી, પછી આ હિંગળકનું એક રતીથી એક વાલ સુધીનું પડીકું મધમાં ચટાડી, ઉપરથી આ રસ પીવાથી હાંફને તરત બેસાડે છે. પીપરને ઝીણું વાટી તેની સાથે મધમાં આપવાથી હાંફને ઘણે ફાયદો કરે છે.
૧૬. વાસાદિ ચૂર્ણ-અરડૂસાનાં પાતરાં શેર પાંચ લાવી, તેની વચલી નસે કાઢી નાખી, તે પાતરાને અર્થે મણું પાણી મૂકી ચૂલે ચડાવવાં. પછી તેમાં સંચળ તેલા ૨૦, સિંધવ તોલા ૨૦, જવખાર તેલા ૧૦ તથા સંચારે તેલા ૧૦ ખાંડીને નાખો. જ્યારે પાતરાં રંધાઈ જાય અને બધું પાણી બળી જાય, ત્યારે તેને સૂકવી ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. એ ચૂર્ણમાંથી નાના અથવા મેટા માણસને માથી વા વાલ સુધીનું પડીકાં દિવસમાં ત્રણ વાર મધમાં અથવા પાનમાં અથવા ઘીમાં અને છેવટે કંઈ ન મળે
For Private and Personal Use Only