________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૬૫
----
-
--
-
-
--
--
-
--
--
-
હિંગ ૧ રતી, એનું પાણી બનાવી રાતના ચાર વાગતાને સુમારે પાવાથી બાળકના પેટમાંથી તમામ કૃમિ નીકળી જાય છે. કઈ સ્ત્રી હિસ્ટીરિયા અથવા વાઈને ઢાંગ કરતી હોય ને પ્રયત્ન કરવા છતાં દાંત ન ઉઘાડતી હોય ને અમારી ખાતરી થાય કે બરાબર ફેલ કરે છે, ત્યારે અમે એળિયાના ભૂકાની એક ચપટી ભરી તેની દાઢમાં ઘસી દઈએ અને જરાક પાણી દાંત પર મૂકીએ. પછી પાણી પાઈએ નહિ. એટલે એળિયે પલળીને જીભને અડક્યો કે તુરત દાંત ખૂલી જાય અને બધા ફેલ ભૂલી જાય.
૧૧. સરસિયું તેલ -સરસિયું તેલ કાનમાં મૂકવાથી કાનના ચસકા, કાનનું શૂળ અને કાન પાકતો હોય તે મટે છે. એક દદીના નાકમાંથી છેડ પડી પછી પર પડવા માંડયું. પછી નાકમાં દુખાવો વધી નાક બંધ થવા માંડયું. તેણે ઘણય દવા કરી, આખરે અમે નાકમાં સરસિયું તેલ મૂકવાને આપ્યું, તેથી થોડા દિવસમાં શરૂઆતનું થતું પીનસનું દરદ મટી ગયું. સરસિયું તેલ ચેળવાથી ખુજલી મટે છે, ચાંદાં સારાં થાય છે, ચામડીને સ્વચ્છ કરે છે અને કાનમાં મૂકવાથી કાનની બહેરાશ નરમ પાડે છે.
૧૨. હરડે પાક:-હરડેદળ તેલા ૧૦, સોનામુખી તોલા ૧૦, મઠ તેલા ૧૦, હીમજીડરડે તોલા ૧૦, સાકર તેલા ૧૦, ઘી તેલા ૧૦ અને કાળી દ્રાક્ષ તોલા ૨૦ લઈ, પ્રથમ કાળી દ્રાક્ષનાં બિયાં કાઢી નાખી બાકીનાં વાસણને બારીક ખાંડી, ઘી અને કાળી દ્રાક્ષ મેળવી, ફરીથી ખાંડી, લોચા જે એકરસ થાય, ત્યારે Oા તેલાને આશરે દિવસમાં બે વાર ખાવાથી વિસ્ફોટકની ગરમી અને તેને લીધે માથામાં મારતાં શૂળ અને ગરમીને લીધે ચામડી પર થતા ફેલા વગેરે સારા થાય છે, દસ્ત સાફ આવે છે તથા મગજની ગરમી મટે છે.
૧૩. મરીકથાર (કંથાર) -મરીકંથાર એક ઝાડ થાય છે.
For Private and Personal Use Only