________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તે વૃક્ષના રૂપમાં થતું નથી, પણ જાળને રૂપમાં થાય છે. તેનાં પાતરાં લંબગોળ, જાડાં અને બરડ થાય છે. તેની ડાળી સાથે ઝીણા ઝીણા પણ કઠણ અને અવળા તથા ચપટા કાંટા થાય છે. તેનાં ફળ મરી જેવડાં પાંચદશના ઝૂમખાના રૂપમાં આવે છે. તે ફળ રંગે લીલાં અને સુંવાળાં થાય છે. જેઠ માસની આખરે તે પાકે છે ત્યારે કાળાં જાંબલી રંગનાં દેખાય છે. એક કંથારનું મૂળિયું ઘસીને ચોપડવાથી બદ, ગાંઠ અથવા ગોડને અંદરથી પકાવી ફિડી નાખે છે અથવા તેને વેરી નાખે છે. રસ ઉપર પડયું હોય તે રસને પિગળાવે છે. પાસાનું શળ તથા સાંધાના શૂળને મટાડે છે. બાળકને પહાડિયે રતવા થયો હોય ત્યારે તેને આ મૂળ ઘસીને પાવાથી તે મટે છે. જો કે મરીકંથાર ઘણું ગરમ છે, પણ દાહક નથી. એનાં પતરાં વાટીને લેપડી કરી વળગાડી હોય તે નાસૂરને સારાં કરે છે.
૧૪. કાળિયે સરેસ –આ સરેસના ઝાડને કઈ “કાંટી” ના નામથી ઓળખે છે. એનું મોટું વૃક્ષ થાય છે. એનું થડ કાળું અને ખરબચડું થાય છે. એનાં પાતરાં લંબચોરસ આમલીનાં પાતરાંના આકારમાં પણ એક ઈંચ લાંબાં અને અડધો ઈંચ પહેળાં થાય છે. એની શિંગ એક ઇંચ પહેળી, પાતળી અને છ થી બાર ઇંચ લાંબી થાય છે અને તે પાકીને સુકાય ત્યારે સફેદ થાય છે. આ ઝાડ માણસને માટે અતિ ઉપયોગી છે. એ ઝાડના થડમાં એક ગજને ખાડે છેદીએ એટલે પિચી રૂ જેવી છાલ આવે છે, તે પિચી છાલને લઈ, વાટી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવી. કોઈને વાગ્યું હોય, માથું ફૂટયું હેય, કપાઈ ગયું હોય અને લેહી નીકળતું હોય, તે આ ચૂર્ણ દાબી દેવાથી લેહી નીકળતું બંધ થાય છે અને તે એકજ પાટે રુઝાઈ જાય છે. જે એનાં બીજનો હાર કરી નાનાં છોકરાંના ગળામાં પહેરાવીએ, તે નાના છોકરાને
For Private and Personal Use Only