________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮૦
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વા જેવું થાય તે પછી તેની ગળી વાળવી. જે ગળ વધારે પડશે તે ગેબી ઓગળી જશે. તે ગોળી વાળ્યા પછી સોનાગેરુના ભૂકામાં રગદોળીને શીશીમાં ભરી મૂકવી. ઉપલા ભૂકામાં લખેલા સોનાગેથી ગોળીને રગદોળવાને સોનાગે) જુદો લે. પ્લેગના રેગીને અકેકી અથવા બબ્બે ગોળી, બબે અથવા ત્રણત્રણ કલાકને અંતરે પાણી સાથે આપવી, એટલે તુરત તાવ કબજામાં આવી જશે. તાવ ઊતરી ગયા પછી પણ એ ગોળી આપવામાં હરકત નથી. તાવ ઊતર્યા બાદ એ ગોળી આપવાથી તાવને ફરીથી આવતે અટકાવે છે. જો કે પ્લેગના રોગીને કેઈ જાતની પરેજી પાળવાની નથી તે પણ પ્લેગના રોગીને જ્યાં સુધી ખરેખરી ભૂખ લાગે નહિ ત્યાં સુધી દૂધ અથવા કઈ પણ જાતને ખોરાક બિલ કુલ આપવો નહિ. જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે વધારે દૂધવાળી ચા કરીને પાવી, પણ એકલું દૂધ તે કદી પાવું નહિ. ખેરાક આપ હોય તે આઠ દિવસ પછી અથવા રેગીના તાવ સાથેના ઉપદ્રવ શાંત થયા હોય તે પછીજ આપો. આ ગોળીથી સેંકડો દદી સારા થયા છે, પણ જેમણે અમારું કહ્યું નહિ માની અનાજ ખાવાની ઉતાવળ કરી છે, તે બધાજ મરી ગયા છે. આ ગોળીથી વખતે કઈક દદીને ઝાડા થાય છે, પણ તેથી ગભરાવું નહિ,
૪૮. મલ્લસિંદૂર ગુટિકાદ-મલસિંદૂર તેલ ૧, સૂંઠ તાલે ૧, મરી તોલે ૧, પીપળામૂળ તોલે ૧, અકલગરે તેલ ૧, જાયફળ તોલે ૧, એલચી તોલે ૧, લવિંગ તેલે ૧ અને કે. શર તોલે ૧ લાવી, મલ્લસિંદૂરને જુદુ રાખી, બાકીનાં વસાણાં વાટી વસ્ત્રગાળ કરી, પછી મલ્લસિંદૂરને ખલમાં નાખી, ત્રણ દિવસ લગી ઘૂંટ. તે પછી તેમાં ઉપલે ભૂકે છેડે થોડો ભેળવી પાનના રસમાં ઘૂંટી મગ જેવડી ગોળી કરવી. તે ગોળી સવારે એક અને સાંજે એક મધમાં ચટાડવી. ખટાશ બિલકુલ ખાવા દેવી નહિ.
For Private and Personal Use Only