________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૭
ડવાથી તે રુઝાઈ જાય છે. અથવા હાડકાંને બળેલો ભૂકો વાલ, પાણી સાથે ખવડાવવાથી કોલેરાના રે ગ ઉપર અજબ અસર નિપજાવે છે. પરંતુ એ બળેલાં હાડકાં લાવી, વાટી શીશીમાં ભરી દઈ, હવા ન લાગે તે મજબૂત બૂચ મારે, તેજ કોલેરા પર સારી અસર કરે છે. હવા લાગવાથી એની અસર ઊડી જાય છે.
૪૨, માર્કંડેયાદિ ચૂર્ણ-સેનામકઈ ભાગ ૨, વરિયાળી ભાગ ૧, ગંધક ભાગ ૧, જેઠીમધ ભાગ ૨ ને સાકર ભાગ ૬ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, રાત્રે સૂતી વખતે તલાની એક ફાકી મારવાથી પચીને સાફ ઝાડે ઊતરે છે, પેટમાં અમળાતું નથી અને ભૂખ લાગે છે, પણ એ ફાકી રાત્રે ખાધા પહેલાં મારવી અથવા ખાધા પછી બે કલાક બાદ મારવી. આ જુલાબથી પાણી જે ઝાડે આવતા નથી, પણ માત્ર મળને બહાર કાઢે છે.
૪૩. કચૂરાદિ ગુટિકા-ઝેરકચૂર શેર બે લાવી, ગોમૂત્રમાં ડૂબતે કરે. દરરોજ ગોમૂત્ર બદલતા જવું. એવી રીતે એકવીસ દિવસ પલાળી રાખો. બાવીસમે દિવસે પાણીથી ધોઈ ને ઉપરની છાલ કાઢી નાખવી. પછી તેની ઝીણી કાતરી કરી, ઘણા પાણીથી દેવી અને તેને ખાંડીને ઝીણે ભૂકો બનાવો. ખાંડતાં મુકાઈ જશે તે પછી ખંડાશે નહિ. જે ખાંડતાં આપદા પડે તે થોડું પાણી નાખી ખલમાં વાટવાથી વટાઈ જશે. એવી રીતે ખલમાં વાટી ખૂબ બારીક ચૂર્ણ બનાવવું. પછી તેમાં જાયફળ તેલ ૪, જાવંત્રી તેલ ૪, લવિંગ તેલા ૮, અકલગરે તેલ ૧૬, કાળાં મરી તેલા ૮ ને કેશર તોલા ૪ લઈ એનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરી કસ્રાના ચૂર્ણમાં મેળવી પછી લવિંગ શેરવા તથા મરી શેરવા ને ૮ શેર પાણીમાં ઉકાળી, બશેર પાણી રહે ત્યારે તે પાણીથી ઉપરના ભૂકાને ખરલ કરી સુકાતાં સુધી વાટ. તે પછી બીજી વાર બીજો ઉકાળે નાખી, વાટીને મરીના દાણા જેવડી ગેળી
For Private and Personal Use Only