________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વા, કસ્તૂરી વાલ ૪, સોનાના વરખ વાલ ૪, ચાંદીના વરખ તો ૧ એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરવાં. તેમાં જુજબદસ્તર વટાશે કે ખંડાશે નહિ, માટે તેને જુદું રાખી એ જુજબદસ્તરને મધ સાથે વાટવું એટલે વટાઈ જશે. તે મધમાં એકરસ થઈ મળી જાય તે પછી તેમાં બીજા વસાણાં મેળવવા અને ઘટતું મધ નાખી, વાટી ખલ કરી એક તલાની આડ ગાળ બનાવવી અથવા પાવલીભારની ગેળીઓ બનાવવી. માત્ર સવારે એક ગેળી મધમાં ચટાડવી, અથવા પાણી સાથે ખવડાવવી. ઉપરથી જરૂર જણાય તો ડું દૂધ પાવું. એના પર કોઈ જાતની પરેજી નથી. એનાથી શક્તિ વધે છે ને મર્દાઈ આવે છે.
૩૧. ધાતુપૌષ્ટિક ચૂર્ણ-(ઈશ્વરલાલે ખાસ અનુભવેલું) એખરો, ગોખરુ, શતાવરી, કૌચાં, કાળી મૂસળી, ઘેળી મૂસળી એ સર્વે ચાર ચાર તેલા, ચરસ, નાગકેશર, જેઠીમધ એ સર્વે બબે તોલા, જાવંત્રી, સૂંઠ અને લવિંગ એકેક તાલે એ સર્વેના વજન બરાબર સાકર લેવી. પછી ઉપર લખેલાં વસાણાંને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં સાકર મેળવી તેમાંથી એકેક તેલાને આશરે સવારસાંજ ગાયના દૂધ સાથે એક માસ નિયમિત ફાકી મારવી અગર ગાયના દૂધમાં નાખી ઉકાળીને તે સર્વ પીવું. એ ચૂર્ણથી શારીરની કમતાકાત દૂર થઈ કામ કરવાનું મન થાય છે તથા મન વધારે પ્રફુલ્લિત બને છે, શરીરનું તેજ વધે છે, સતિ વધે છે, મંદ પડી ગયેલું પુરુષત્વ સતેજ થાય છે અને કમરને દુખાવે મટે છે. ખાસ કરીને કેટલાક પુરુષને ઝાડે જોરથી કરાંઝી કરવું પડે છે, તે વખતે બળ કરવાથી પેશાબમાગે બેચાર ટીપાં અગર વધારે ધાત નીકળી પડે છે, તેવા રોગીને માટે પણ આ ખાસ ઉપાય છે અને સાધારણ માટે પણ ઘણેજ ગુણ બતાવે છે.
૩૨. બાળકને માટે સંગઠી-ફુલાવેલે હિંગળે, અજ
For Private and Personal Use Only