________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સુધી કેરે વટાવી એક શીશીમાં ભરી લીધું. તેમાંથી ૧ ચોખાપૂર માત્રા દૂધની મલાઈ તેલ ૧ સાથે દિવસમાં બે વાર રોગીને ચટાડવાથી શ્વાસ અને જૂની ખાંસી તથા જીર્ણજ્વર ઉપર ઘણેજ ફાય કરનાર નીવડ્યો છે.
સ્વલ્પચંદ્રદય –બાકી રહેલા ૨૦ તોલા રસસિંદૂરમાં જાયફળ તોલા ૫, લવિંગ તેલા ૫, બરાસકપૂર તોલા ૫ અને કસ્તૂરી તેલ ૧ તથા સેનાના વરખ તેલ ૧ મેળવીને, પાનના રસમાં સાત દિવસ સુધી મર્દન કરીને, તેને સ્વલ્પચંદ્રદય ૧ તોલાની ૧૦૦ ગોળી થાય એટલા માપથી બનાવ્યું. એ ગોળીમાંથી ક્ષયના, ધાતુક્ષીણતાના તથા સંગ્રહણીના રેગીને દિવસમાં એકજ વાર ૧ ગોળી મધમાં ચટાડી, ઉપરથી ઘીવાળો ખોરાક આપવાથી ઘણી સરસ અસર નિપજાવી છે. આ ગોળીમાં એક એ ચમત્કાર જોવામાં આવ્યું છે કે, સંગ્રહણીના દદીઓ ત્રીજે દરજે પહોંચેલા હોય અને તે બે રૂપિયાભાર અન્ન પચાવી શકતા ન હોય અને આપણે જેને માત્ર છાશ ઉપર રાખી અને ત્યાગ કરાવ્યો હોય, તેવા દદીને ૧ ગોળી સવારે મધમાં ચટાડી, ઉપર ૨ તોલા ઘી ગરમ કરીને પાઈએ. એ પ્રમાણે ત્રણ દિવસ કર્યા પછી ૨ તોલા ઘી ઉપરાંત ઘઉંની પાતળી રોટલી જેના ઉપર પુષ્કળ ઘી ચોપડેલું હોય તેવી, એકએકથી કમેકમે દરરોજ વધતા જઈએ, તે સાત દિવસમાં ચાર જેટલી સુધી પચાવી શકાય છે. તેની સાથે ઝાડે કઠણ થતો જાય છે, ઝાડા ઓછા થતા જાય છે અને રોગીની શક્તિ વધતી જાય છે. એટલે પૂર્ણ ચંદ્રોદય સિદ્ધ મકરધ્વજના કરતાં ઘણે ઓછે અંશે પણ બીજી અન્ય દવાઓ કરતાં ઘણું સારો ફાયદો કરે છે.
સિંદૂરી બનાવવા માટેની અનુભવી સૂચનાઃ-રસસિંદૂર વગેરે તમામ સિંદૂરી બનાવતાં પારાગંધકની કાજળી
For Private and Personal Use Only