________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
બીજો રસ નાખીને લૂંટતા હતા. એ પ્રમાણે ઘૂંટતાં અમને એવી દિવસ લાગ્યા. તે પછી તે પારાને ગરમ પાણીથી ધોઈ સાફ કરીને એક દિવસ કાંજી અને સિંધવમાં ખરલ કર્યો. તે પછી પારાના વજનથી અર્થે સિંધવ મેળવીને લીંબુના રસમાં ચાર દિવસ ખલ કર્યો. ત્યાર પછી રાઈ, લસણ અને નવસાર એ ત્રણે મળીને પારાના વજન પ્રમાણે લઈને કાંજીમાં ખરલ કરવાનું શરૂ કર્યું. એ ખરલમાં છ દિવસ વટાયો એટલે તે ઔષધિમાં પારે મૂછિંત થઈ ગયો. તે પછી વાટતાં વાટતાં જ્યારે ગોળી વળે તે પારે મૂર્શિત થશે, ત્યારે તેની એક રૂપિયા જેટલી પહોળી અને બે રૂપિયા જેટલી જડી ટીકડીઓ બનાવી તેને તડકે સૂકવી. સુકાયા બાદ ચેખી રસની હિંગ શેર એક લઈ, તેને પાણીમાં એવી રીતે વાટી કે દૂધપાક જે નરમ રસ થશે. તેમાં પેલી મૂર્થિત પારાવાળી ટીકડીઓ બેબીને તડકે સૂકવી. તે પછી જે ટીકડીઓના ૫ ભાગ કરી તેને મને ૧ ભાગ માટીના પહોળા મેઢાના (વાસણ) પાટિયામાં તળિયે ગોઠવી તેના ઉપર મીઠું શેર ૫ ઢાંકી, બીજું પાટિયું ઊંધું વાળી તેને સાંધાને ખડી, મીઠું અને નવસાર મેળવીને સંધિલેપ કરી, ત્રણ કપડમટ્ટી કરી તડકે સૂકવી, એ ડમરુયંત્રને ત્રણ પ્રહર સુધી ચૂલે ચડાવી નીચે અગ્નિ આપે અને ડમરુયંત્રની ઉપર પાણીમાં પલાળેલા કપડાનાં પિતાં મૂકતા ગયા. બીજે દિવસે ડમરુ છેડી જોતાં જણાયું કે, ૩ ભાગ ટીકડીમાંને પારો ઉપર ઊડ્યો છે અને ૧ ભાગની ટીકડી બળ્યા વિનાની કાચી રહેલી છે. તેથી બીજે દિવસે આગલા દિવસની વધેલી કાશી ટીકડીઓ અને ૧ ભાગની બીજી ટીકડીઓ મૂકી, આગલા દિવસવાળું મીઠું અને તેમાં ઘટતું બીજું ઉમેરી ૨ શેર વજન કરી, તે ટીકડી ઉપર દાબીને આગળની માફક ડમરુયંત્ર બનાવી ચૂલે ચઢાવી અગ્નિ આપ્યું. એવી રીતે પાંચ વખત પાંચ ડમરુયંત્રમાં પ શેર
For Private and Personal Use Only