________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
-
-
-
-
એને અંગરસ જુદે જુદે કાઢી, તેમાં મધ તથા ઉપલેટનું ચૂર્ણ મેળવી પીવાથી તમામ જાતના ઉન્માદ મટે છે.
૯. સૂંઠ, મરી, પીપર, હિંગ, સિંધવ, વજ, કડુ, સરસડાનાં બીજ, કરંજનાં બીજ અને સરસવ, એ સર્વ ગોમૂત્રમાં વાટી, વાટ કરી આંખમાં આંજવાથી ઉન્માદ મટે છે.
૧૦. બ્રાહ્મી, વજ, સિંધવ, શંખાવળી, છીણી, માલકાંકણાં, ઇંદ્રવરણ અને લીંડીપીપર એ દરેક ત્રણ ત્રણ જવભાર તથા તેમાં સેનાને વરખ બે જવભાર મેળવી, ઘી સાથે ચાટવું. તે પચ્યા બાદ સાઠી ચોખાને ભાર મધ તથા ઘી સાથે ખાવે. એ પ્રમાણે કરવાથી ઉમાદ તથા વાઈ (અપરમાર)નું દરદ મટે છે. બરાબર મટતાં સુધી દવા ખવડાવવી.
૧૧, સુખડને ભૂકો, ગાવજબાન, ધાણા, વાળે અને આમળાં એ સર્વ સરખે વજને લઈ ફાંટ બનાવી પીવાથી ચિત્તભ્રમવાયુ મટે છે.
૧૨, ગુલાબનાં ફૂલ, કમળનાં ફૂલ, સુખડને વહેર, બનફસા, આમળાં અને ગાવજબાન અને પાણીમાં કવાથ બનાવી કેશર નાખી શીશીમાં ભરી રાખવું. આ કવાથ બે લાભાર હંમેશ પાવાથી ઉન્માદ મટે છે. –વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ
માલકાંકણું, અજમે અને સૂંઠ સમભાગે લઈ બારીક વાટી, દરરોજ સવારસાંજ અડધાભાર ફાકવું, જેથી ઉન્માદ મટે છે.
–માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સ્મરણશક્તિ –એકેક અથવા બબ્બે માલકાંકણાં અધકચરાં વાટી દરરોજ ગળવાનું જારી રાખવાથી સ્મરણશક્તિ વધે છે. અથવા પાંચ ટીપાં માલકાંકણનું તેલ દૂધમાં પંદરવીસ દિવસ પીવાથી સ્મરણશક્તિ વધે છે.
૨. જટામાંસીનું ચૂર્ણ બે આનીભાર મધમાં ચાટવાથી મરણશક્તિ વધી બુદ્ધિની મંદતા દૂર થાય છે.
– વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુવાલડી,
For Private and Personal Use Only