________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ખાનારને તેલ તથા તેલનાં ભજિયાં વધારે ખાવાની રજા આપવી. પણ ઘી, દૂધ તથા ગળપણની સખત પરેજી કરાવવી. જેટલું તેલ ખાશે તેટલું વધારે ફાયદો થશે અને ગળપણ, દૂધ, ઘી તથા ખટાશ ખાશે તે સારું થશે નહિ. આ ગેબી સંધિવા, લકવા વગેરે વાયુનાં દર્દો ઉપર રામબાણ ઈલાજ છે.
૩. દારૂડી આ છેડને સુવર્ણક્ષીરી, દાડિયે, ઉત્કટે, બ્રહ્મદંડી, કાંટાસરિયો, જંગલી ધંતૂરો અને સત્યાનાશી એટલાં નામથી ઓળખીએ છીએ. એનાં બીજમાં તેલ રહેલું છે; તેથી તેને વાટી મૂકીએ તે તે ઉપર ફૂગ ચડી બગડી જાય છે, પણ એનાં આખાં બીજ પાંચ વર્ષે પણ સડતાં કે બગડતાં નથી. આ છેડ અદ્ભુત ચમત્કારી છે.
જેને એકાંતરિ કે થિયે તાવ આવતો હોય, તેના ઉપર ૧ વાલથી ૨ વાલ બીજ લઈ, તેને પાણીમાં ઝીણી વાટી, તેમાં અર્ધામાં ખાટાં લીંબુનો રસ નાખી, તાવ આવતાં પહેલાં એક અથવા બે વાર પીવાથી તાવ અટકી જાય છે. અંગ્રેજી દવામાં કિવનાઈન જેટલું કામ કરે છે, તેટલું કામ દારૂડિયાનાં બીજ કરે છે. કિવનાઈન વધારે આપવાથી કાનમાં બહેરાશ લાવે છે અને જે શરીરમાં ૯૯ કે ૧૦૦ ડિગ્રી તાવ હોય અને તે અરસામાં કિવનાઈન આપ્યું હોય, તે તે તેટલે તાવ કાયમ રાખે છે અને તેને આખરે જીર્ણજવર થઈ જાય છે, તે ગુણ એ બિયામાં નથી. એ બિયાંનું પ્રમાણ વધારે પીવાથી કેઈ પણ જાતનું નુકસાન થતું નથી. જો કેાઈને પેટમાં દુખાવાને રોગ હોય તે બે આનીભારને આશરે આ બિયાં વાટી, તેમાં એક વાલ શ્રીફળફાર મેળવી પાણી સાથે પકાવીએ, તો ઝાડા થઈને પેટમાં દુખવાનું બંધ કરે છે. અંગ્રેજીમાં જોડાબાઈકાર્બ જેમ પિટને દુખાવે મટાડે છે, તેમ આ બીજ પેટનો દુખાવો મટાડી પેટને પિચું
For Private and Personal Use Only