________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫૬
શ્રીઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
પછી તે પતરા જેવડાં બે છાણાં સળગાવીને, તેના પા। દેવતા મનાવીને એટલે છાણાંના ધુમાડા અંધ થાય તે પછી, એક છાણાના પાકા દેવતા ઉપર પેલા અખરખના પતરાવાળા હરતાલના ભૂકા મૂકવા અને તેના ઉપર ખીજા છાણાના પાકા દેવતા ઢાંકી દેવા. એટલે દશ મિનિટમાં અખરખનાં પતરાંની વચમાં મૂકેલી હરતાલ, પેાતાના પીળા રંગ તજીને લાલ માણેકના રંગના જેવી ચળકતી બની જશે. એનુ' નામ માણેકરસ છે. આ ક્રિયા ક્રાઈ શાસ્ત્રમાં જોવામાં આવી નથી, પણ ગુરુપ’ર૫રાથી અમારા જિલ્લાના વૈદ્યોમાં પ્રચલિત છે. એ માણેકરસ કફજ્વરમાં, વિદ્યાષવરમાં, સન્નિપાતમાં અને ખાંસીની હાંમાં, ચેાગ્ય અનુપાન સાથે એક રતી સુધી આપવાથી વાયુ અને કફના પ્રાધાન્યવાળા રેગાને ઘણી ઝડપથી ફાયદો કરે છે.
આ ગ્રંથના ભાગ ર્જા માં જે જે રાગના પ્રકરણમાં જે જે ઉપાયે લખવામાં આવ્યા છે, તે અમારા અનુભવસિદ્ધ છે; તે પણ તે તે રાગેાના પ્રકરણમાં અમારા અનુભવેલા કેટલાક ઉપાય લખવાના રહી ગયેલા છે. તેનું શેાધન કરીને, યાદ કરીને, વિચાર કરીને, અમારા અનુભવ ખાકી ન રહી જાય એટલા માટે, જે જે અનુભવેલા ઉપાયે અમે જાતે બનાવેલા અને દવાખાનામાં ચાલુ વપરાશમાં લીધેલા છે તે, તેની બનાવટ તથા વાપરવાની રીત સાથે આ પરિશિષ્ટમાં આપ્યાં છે. તે વાંચીને તે તે ઉપાયે જે જે રાગને અનુમૂળ જણાય તે, રેગીની પ્રકૃતિ, દેશ, કાળ, વય અને વહિનના વિચાર કરી જે વૈદ્યરાજો ઉપયેગમાં લેશે, તેમને યશ, કીતિ, ધન અને આખરે પુણ્યની પ્રાપ્તિ થશે.
૧. સુવાવડની પડી:–રાસ્ના, દેવદાર, ઇંદ્રવરણું, દારુઢુળદર, અતિવિષ, પીપળીમૂળ, ચિત્રા, ભાર'ગમૂળ, હળદર, કડું,
For Private and Personal Use Only