________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
=
તુંબડીને ગર સમભાગે લઈ, કારેલીના રસમાં ગળી વાળી આપવિ તથા રસ નાકમાં મૂકવાથી મટે છે.
–વિ પ્રભાશંકર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ ભવરમાલ (ભમરીનું ઘર) તથા વડનું પાંદડુ લઈ, મૃગી આવે ત્યારે ધુમાડે દેવાથી મટે છે તથા ફરીથી આવતી નથી. આ ઉપાય અનુભવસિદ્ધ છે.
– વૈદ્ય વલભદાસ નરોત્તમદાસ-ભરુચ ઝેરી જનાવરના ડંખ-કનઈશાલને ડંખ-કાનખજૂરાથી નાનું કનઈશાલ નામનું થાય છે. તે કઈ વખત કાનમાં ભરાઈ જાય છે અને અંદર સખત કરડે છે. તે કઈ પણ ઉગ્ર દવાથી અંદરથી બહાર નીકળતું નથી તેમ મરતું પણ નથી અને દરદી ઘણાજ પીડાય છે. તે તેને માત્ર ખાંડનું પાણી બનાવી કાનમાં નાખવામાં આવે, તો તે અંદર ને અંદરજ મરી જાય છે, બાકી બીજા બધા ઉપાય નિષ્ફળ નીવડયા છે.
–-વૈદ્ય નારશંકર હરવિંદ અધ્વર્યું–બારડોલી ૧. વીંછીને ડંખ – અઘેડાનું મૂળ ઘસીને ચેપડવું અથવા ફટકડી લીંબુના રસમાં ખરલ કરી ચોપડવી અને શેક કરે. અથવા નવસારી અને કળીચૂને એકત્ર કરી ચોપડવાથી તથા સુંઘાડવાથી વીંછીનું ઝેર ઊતરી જાય છે.
૨. સર્પનો ડંખ –પ્રથમ ડંખવાળી જગ્યાની ઉપર તથા નીચે બેત્રણ મજબૂત પાટાઓ ઉપરાછાપરી બાંધવા, કરડેલ જગ્યાએ કઈ ધારવાળા ઓજારથી જખમ કરી લેહી કાઢી નાખવું અને લેખંડની કઈ પણ વસ્તુ ગરમ કરી ડંખ ઉપર ડામ દે. કુલાવેલ મેરથયુ સહેજ ગરમ પાણી સાથે આપી ઊલટી કરાવવી. અથવા અરીઠાનું પાણી કરી ઊલટી કરાવવી, અઘેડાનું પંચાંગ
For Private and Personal Use Only