________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
લે રાતા રંગને હિંગળક જે પદાર્થ અને નીચે રહેલી ગંધકની રાખેડીને ભેગાં વાટી, વડની મૂળીના કવાથમાં ઘૂંટી, ઉપર પ્રમાણે બીજે ગંધક મેળવી, વાલુકાયંત્રમાં ચાર અહોરાત્ર એટલે દશ પ્રહરની આંચ આપી. એ પ્રમાણે દર વખતે ગંધક શેર ૬ સાથે પારાને શીશીમાં ભરી વાલુકાયંત્રમાં પકાવી, શતગુણ (૧૦૦) ગંધકનું જારણ કરવાનું કામ હાલ ચાલે છે. તેમાં ૭૨ રતલ ગંધક વપરાયો છે અને બાકીને ૩૦ રતલ ગંધક બાકી રહ્યો છે, તે હવે પછી બીજી પાંચ ભઠ્ઠીમાં પૂરો થશે.
એ પ્રમાણે ૧૦૨ રતલ ગંધકનું જારણ કર્યા પછી ૧૮મી ભઠ્ઠી ચંદ્રોદય બનાવવા માટેની ચઢવાની છે. તેને માટે ગંધકની શુદ્ધિનું કામ આ પ્રમાણે ચાલે છે. ગંધક શેર ૬ લઈ તેમાં ઘી શેર ૧ાા નાખી ગંધકને પિગળાવી ૨૦ શેર દૂધમાં ઠંડો પાડ્યો. એ પ્રમાણે તલનું તેલ, એરંડિયું, કે પરેલ, સરસિયું, ડેળિયું, અળસીનું તેલ, લીમડાની લિળીનું તેલ, કરંજિયું તેલ, અશાળિયાનું તેલ અને કપાસિયાનું તેલ દેઢ દેઢ શેર લીધું. તેમાં પેલે ગંધક ઉકાળી ઉકાળીને દરેક વખતે ૨૦ શેર દૂધમાં ઠંડે પાડતા ગયા. તે પછી ભિલામાંના, જાયફળના, દારૂડીના, બદામના, ખસખસના, બાવચીના, દૂધીના, કાજૂના અને ચિનીકબાલાના તેલને બદલે તે તે વસ્તુઓ એકેક શેર લઈ તેને ખાંડી ૧ શેર તલના તેલમાં પિગળાવી ગાળીને તેમાં ગંધકને ગળાવી ને મણ દૂધમાં ઠડા પાડવાનું કામ ચાલુ છે. તે પછી મધુરસના એટલે ભીંડાનાં મૂળ, કાંસકીનાં મૂળ, શેરડીનાં મૂળ, દાભડા (દભ) નાં મૂળ, શતાવરી, ધોળી મૂસળી, એખરે, ગોખરુ, નિગુડી, સાલમ, ધાણા અને વડની છાલ ચાર ચાર શેર લાવી, તેને ૧ મણ પાણીમાં ઉકાળી, ૧૦ શેર પાછું રહે ત્યારે પેલા ગંધકને ગરમ કરી, આ ઉકાળો ઠંડો પાડીશું. તે પછી
For Private and Personal Use Only