________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દળ, બહેડાંની છાલ, આમળાં, સૂંઠ, ગરમાળો, જેઠીમધ અને પીપરીમૂળ એ સર્વ સમભાગે લઈ, અધકચરાં ખાંડી, તેમાંથી દરરોજા તેલે લઈ ને શેર પાણીમાં ઉકાળી, તેમાં મધ નાખી પીવાથી વીસ દિવસમાં વાળાનું ઝેર નાબૂદ થઈ જતુઓને નાશ થાય છે. ઉપલા ચૂર્ણને વસ્ત્રગાળ કરી મધ સાથે પણ ચાટી શકાય છે.
--વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત વાયવરણાનાં પાનને વાટી તેને લેપ કરવાથી એક જ દિવ. સમાં વાળ મટે છે.
–એક વૈવરાજ જેમનું નામઠામ મળ્યું નથી કબૂતરની અઘાર, કળીચૂને, મૂળાનાં બીજ અને સાબૂએ સર્વને એકત્ર વાટી પાણીમાં મેળવી વાળા, ઉપર થેપલી મૂકવાથી વાળો મટે છે.
–વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા સસલાની લીડી વાટી ગોળમાં ગોળી કરી સાત દિવસ આપવું. ઊંદરની લીંડી તથા સાબૂ તેલમાં ખદખદાવી બાંધવું.
– મણિલાલ જાદવજી જોષી-કાનપર ઈગેરિયાનાં મૂળની છાલ વાટી તેની થેપલી વાળા ઉપર મૂકી પાટે બાંધો અને નીચે જણાવેલું તેલ સહેવાતું ગરમ સિંચવું. તેલ-ઝેરી પરળિયે કે જે થર ઉપર થાય છે, તેનાં પાનનો રસ શેર , ઈગેરિયાના મૂળની છાલ તોલા ૫, (ખરી કરેલી) બજરનાં પાનને રસ તેલા ૫ અને રસકપૂર તેલ ૧, બારીક વાટીને તલનું તેલ શેર ૧ લઈ કડાઈમાં નાખી ચૂલે ચડાવી ધીમે તાપે ગરમ કરી, તેમાં ઉપરના રસ તથા છાલનું ચૂર્ણ ધીમે ધીમે નાખતા જવું અને ફીણ બેસી જઈ માત્ર તેલ રહે, ત્યારે ગાળી લેવું. વાળા ઉપર આ તેલ સિંચ્યા કરવાથી વાળાનાં ગૂંચળાં નીકળી પડશે.
–વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગ્રેજી
For Private and Personal Use Only