________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવિદ્યા-વિજ્ઞાન
૧૦૧
ખાટે રસ એટલે આમલી, કરમદાં, લીંબુ, કાચી કેરી, અંબાડા, કેકમ, ચૂકાની ભાજી, બોર, બિજોરાં, કમરખ, લીલી દ્રાક્ષ અને ચણાને ક્ષાર એ બાર વસાણને ઉપર પ્રમાણે ઉકાળો કરી, તેમાં ગંધકને ઠંડે પાડીશું. તે પછી ખારો રસ એટલે લૂણી, રસ, મછીએ, મેટી લુણી, ઝેઝેટાની રાખ, કેળની રાખ, ખરસાણની રાખ, આકડાની રાખ, અરણીની રાખ, થોરની રાખ, જવખાર અને સિંધવખારના ઉપર પ્રમાણે જુદા જુદા ઉકાળામાં ગંધકને ઠંડો પાડીશું. તે પછી તીખો રસ એટલે સુંઠ, મરી, પીપર, અને જ, તજ, લવિંગ, તેજબળ, અકલગરો, મૂળા, જાવંત્રી, પીપરીમૂળ અને ચબૂક શેર શેર લઈ, તેને ઉપર પ્રમાણે જુદે જુદો ઉકાળો કરી, તેમાં ગંધકને પિગળાવી ઠંડો કરીશું. તે પછી કડવો રસ એટલે કુંવાર, લીમડે, કાચકી, કોલમ, કરિયાતું, કાળીજીરી, કડુ, ઈન્દ્રજવ, સાથરા, ઉનાબ, કરમાણી અજમો અને અજમેદ બબ્બે શેર લઈ પાણી મણ ૧ માં જુદે જુદે ઉકાળી, ૧૦ શેર પાણી રહે ત્યારે તેમાં ઉપરના ગંધકને પિગળાવી ઠંડો પાડીશું. તે પછી કષાયરસ એટલે હરડે, બહેડાં, આમળાં, હીમજી હરડે, ભાંગરો, મોથ, અતિવિષ, સુવા, વરિયાળી, દગડફૂલ, હળદર, દારુહળદર, ચિત્ર, ચવક, ધંતૂરો, કાંટાસરિયે,પિત્તપાપડો અને કાકડાશિંગ એ સર્વ જુદાં જુદાં બબ્બે શેર લઈ, તેને પાણી મણ ૧ માં જુદાં જુદાં ઉકાળી, ૧૦ શેર પાણી બાકી રહે ત્યારે તેમાં ઉપલા ગંધકને પિગળાવી ઠડ પાડીશું. એટલે જેમ પારદ શતગુણ ગંધકથી જારણ થશે, તેમ ગંધકનું ૧૦૦ વખત શેધન થશે. પછી તે પારા-ગંધકનું મિશ્રણ કરી છેલ્લે વાલુકાયંત્રમાં તેને પૂર્ણ ચંદ્રદય સિદ્ધમકરધ્વજ થશે. આનું કારણ એવું છે કે, લાલા શ્યામસુંદરાચાર્યે લખેલું છે કે, પારદને તથા ગંધકને જેમ જેમ જુદી જુદી વનસ્પતિમાં ઘૂંટવામાં અથવા પકાવવામાં આવે,
For Private and Personal Use Only