________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૭
પૂર્ણ ચંદ્રોદય સિદ્ધમકરધ્વજ-શારંગધરસંહિતાના નિયમ પ્રમાણે પારદની શુદ્ધિ કરી તેને બુભુક્ષિત બનાવી, સુવર્ણગ્રાસ આપી, જેને પૂર્ણ ચંદ્રોદય સિદ્ધમકરધ્વજ બનાવવાને પ્રયોગ હાલ ચાલું છે, તેનો વિધિ નીચે પ્રમાણે લખીએ છીએ:
બજારમાં વેચાતે પારે ૪૦૦ તેલા લાવી, પ્રથમ ૧ શેર રાઈને ખરલમાં ખૂબ ઝીણી વાટી, તેમાં ૧ શેર લસણની કળી નાખી તે બેઉને ખૂબ ઝીણાં વાટી, તેની મૂસ બનાવી. પછી તે મૂસમાં ૪૦૦ તોલા પાર ભરી, તેનું મુખ બંધ કરી જાડા ડેટીના (ખાદી) કપડાની ચાર બેવડ કરી તેમાં તેની પિટલી બાંધી, એક માટીના વાસણમાં તે પિોટલી લટકાવી, પોટલી ડૂબે એટલી કાં ભરી ચૂલે ચડાવી દન કરવા માંડયું. જેમ જેમ બળતી ગઈ તેમ તેમ બીજી કાંઇ તેમાં ઉમેરતા ગયા; પણ ચાર પ્રહર સ્વેદન થયા પછી માટીનું વાસણ નીચેથી ફાટયું, જેથી કાંજી ચૂલમાં પડવાથી ચૂલે ઓલવાઈ ગયે. એટલે બીજે દિવસે તાંબાનું વાસણ ચડાવી તેમાં કાંજી ભરી બીજા ત્રણ દિવસ અહોરાત્ર સ્વેદન કર્યું અને થે દિવસે તે દેલાયંત્રમાંથી પિટલી કાઢી તેને ગરમ પાણીથી ધોઈ પારાને જોખી જે, તે વજનમાં પૂરો ઊતર્યો અને તાંબાના વાસણને કોઈ નુકસાન થયું નહિ. આ ઉપરથી ચેતવણી આપવાની કે ત્રણ અહોરાત્ર સુધી માટીનું વાસણ તાપ ખમી શકે એવું મ ળવું અસંભવિત હય, તે તાંબાના વાસણમાં પારાનું દલાયંત્ર ગોઠવવું. તે પછી તે પારાને ખરલમાં નાખી બશેર કુંવારપાઠાના રસમાં ખરલ કર્યો. પછી ચિત્રાને ઉકાળો બશેર લઈ તેમાં ખલ કર્યો. પછી કાકમાચી એટલે પીલુડીના બશેર રસમાં ખલ કર્યો. પછી ત્રિફળાના બશેર ઉકાળામાં એક દિવસ ખલ કર્યો. એ ખલ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, રસ કે ઉકાળો નાખ્યા પછી તે સુકાઈ જાય એટલે તે વનસ્પતિને ભૂકે તેમાં હોય તે ઉપર
For Private and Personal Use Only