________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩
લવિંગાદિ ચૂર્ણના કવાથના ત્રણ પટ એવી રીતે પાયા, કે એક વાર નાખેલો કવાથ વાટતાં વાટતાં સુકાઈ જાય, એટલે બીજે કવાથી નવાં વસાણાં લાવીને ઉકાળીને નખાય. તે પ્રમાણે ત્રીજી વારને કવાથ નાખી ગળી વાળવા જેવું થયું ત્યાં સુધી ઘૂંટી તેની મગ મગ જેવડી ગોળીઓ વાળી. આ ગોળીમાંથી કેટલાકને દરરોજ એકજ ગાળી અને કેટલાકને સાંજ સવાર અકેક ગોળી અને કેટલાકને સવાર, બપોર અને સાંજે એકેક ગોળી મધ અથવા પાનના રસમાં અથવા આદુના રસમાં, રોગીની પ્રકૃતિ જોઈને આપવાથી ખાંસી, શ્વાસ, (દમ) અને ક્ષયની ખાંસી ઉપર તેણે ઘણી સારી અસર ઉપજાવી છે. જો કે એ ગેળી ઉપર કોઈ પણ પશ્ય કરવાની જરૂર નથી, તે પણ ગળામાં ધુમાડે કે ધૂસ પસતી હોય તેવા સ્થાનથી બચવું, શ્રમ લાગે એટલું કાંઈ પણ કાર્ય કરવું નહિ ને તેનાથી બચવું. ઉરઃક્ષત અને શ્વાસ (દમ) વાળાએ મિથુનથી બચવું અને સામાન્ય રીતે વિદાહી પદાર્થો (તેલમાં તળેલા) ખાવાથી બચવું અને જેમ જેમ પાચન થતું જાય તેમ તેમ ઘી વધારે ખવાય એવી ગોઠવણ કરવી. એ ગોળી કફ, કફનાં દર્દો તથા ફેફસાં અને હૃદયના રોગોમાં ઘણી સારી અસર નિપજાવે છે.
મંજીષ્ઠાદિ તાલસિંદૂર –ઉપર પ્રમાણે તૈયાર કરેલું તાલસિંદૂર તેલા ૨૦ અને નિઘંટુ રત્નાકરના ત્વદોષમાં લખેલા મંજીષ્ઠાદિ ચાસણી કવાથ એટલે મછડ, હરડાં, બહેડાં, આમળાં, ઘઉંલાં, ગરૂડેવેલ, બ્રાહ્મી, ઘોડાવજ, પુષ્કરમૂળ, ભાંગ, સૂંઠ, મરી, પીપર, કરિયાતું, અતિવિષ, નગેડ, ગરમાળો, ત્રાયમાણ, ખેરાલ, આલુ, પહાડમૂળ, કડુ, પિત્તપાપડે, બાવળની છાલ, ઇંદ્રજવ, તાવેલો, ઇવરણની જડ, લતાકતૂરી (મુશ્મદાના), એરંડમૂળ, નીમ છાલ, ચિત્ર, શતાવરી, ભારંગમૂળ, આંબાહળદર, પક્કચૂરો, બીલીને ગર, ધાવડીનાં ફૂલ, માલકાંકણી, વાળે, દંતી
For Private and Personal Use Only