________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨
નહિ અને ગંધક બળી રહેશે. એટલે શીશીને મેઢે દાટે મારી મુદ્રા કરવાની છે; આથી સેમલને ધુમાડે બહાર આવી શકશે નહિ. એ પ્રમાણે વીસ પ્રહર સુધી ગંધકનો ધુમાડો નીકળ્યો અને તે પછી શીશી ઉપર ઈંટને બૂચ બનાવી ગેળ અને ચૂનામાં રગદેળી શીશીનું મુખ બંધ કર્યું એટલે બાકીના બાર પ્રહરમાં તમામ મલ્લસિંદૂર શીશીના મુખ આગળ આવીને એકઠું થયું. તે પછી સ્વાંગશીતળ થયે શીશીને ફડતાં તેમાંથી મલ્લસિંદૂર નામને પદાર્થ પર તેલા નીકળ્યા. તેમાંથી અમે મલ્લસિંદૂર ગુટિકા નીચે પ્રમાણે બનાવી છે –
મલ્લસિંદૂર ગુટિકા–ઉપર પ્રમાણે બનાવેલું મલસિંદૂર તલ ૧, સૂંઠ, મરી, પીપર, પીપળામૂળ, અકલગરે, જાયફળ, એલચી, લવિંગ અને કેશર એ સર્વે એકેક તેલ લઈ, વાટી વસ્ત્રગાળ કરી, પછી સલૂસિંદૂરને એક દિવસ સુધી જુદું વાટી, બાકીનાં વસાણાંનું ચૂર્ણ થોડું થોડું મેળવતા ગયા અને લૂંટતા ગયા. તમામ ચૂર્ણ એકરસ થયા પછી પાકાં ચેવલી પાન નંગ ૧૦૦ ના રસમાં તેને ઘૂંટી મઠના દાણા જેવડી ગોળી બનાવી. આ ગોળી દિવસમાં બે વખત એકેકી અથવા બબ્બે મધ સાથે આપવાથી વાયુનાં તમામ દર્દો મટાડી શકાય છે. એ ગેળી પાણી સાથે આપવાથી અમે મળ્યાસ્તંભ અને આદિતવાયુ સારા કર્યા છે. એ ગોળી દિવસમાં બે વાર, બબ્બે તોલા અરણીના (અગ્નિમથ) રસ સાથે આપવાથી ઉન્માદ (ગાંડપણ) ના રોગી સારા થયા છે. એ પ્રમાણે બુદ્ધિ પહોંચાડી કેઈ પણ જાતના વાયુના રેગમાં, કફના રોગમાં અને વિદેષમાં આપવાથી ઘણું જ સારું કામ કરશે. આ ગેળી ખાતાં કઈ પણ દદીને કઈ પણ જાતની પરેજી પાળવાની જરૂર પડતી નથી. માત્ર જે રેગ ઉપર એ ગોળી આપીએ તે રંગને વધારનારી વસ્તુ ખાવાની પરેજી કરાવીએ
For Private and Personal Use Only