________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જવું. જ્યારે બત્રીશ પર આંચ આપવાવાળું અથવા ચોસઠ પહાર આંચ આપવાળું વાલુકાયંત્ર ચઢયું હોય, ત્યારે વેદ્ય રાત અને દિવસ ઊંઘને તજીને તેના ઉપર પોતે જાતે દેખરેખ રાખવાની છે. કારણ કે કયે વખતે અકસ્માત થઈને પારો ઊડી જશે તે કહી શકાતું નથી. બત્રીશ પ્રહરની આંચ આપ્યા પછી શીશીમે ફેડતાં તેની નીચે ૮ થી ૧૦ તોલા રાખડી હાથ લાગશે. પણ તે રાખડીમાં કોઈ જાતનું તત્વ હોય એમ અમને લાગ્યું નથી, તેથી તે રાખેડી ફેંકી દઈએ છીએ. એ પ્રમાણે રસસિંદૂર બનાવીને વાપરવાની સર્વ વૈદ્યરાજોને ભલામણ કરીએ છીએ. જે બરાબર ઉપર લખ્યા પ્રમાણે પારાને શુદ્ધ કરી રસસિંદૂર અથવા બીજાં સિંદૂર બનાવશે, તે કોઈ પણ દદીને સારો કરતાં મૂંઝા વાને વખત આવશે નહિ.
૨. મલસિંદૂર-તમ ખરલમાં શુદ્ધ કરેલે પારે, તેલા ૪૦, ગંધક તેલા ૪૦ અને સેમલ તેલા ૨૦ લઈ વાટીને તેની કાજળી બનાવી, તેમાં ૨૦૦ તેલા ગંધકને દૂધમાં શુદ્ધ કરી મેળવ્યો. ઉપર પ્રમાણેની અગનશીશીમાં ભરી વાલુકાયંત્રમાં બત્રીશ પ્રહર એટલે ચાર અહોરાત્ર અગ્નિ આપે. આ મલ્લસિદર બનાવતાં લાલા શ્યામસુંદરાચાચે સૂચના કરેલી છે કે, એના ધુમાડાથી બચવું. પણ અનુભવ કરતાં એવું જણાયું કે ધુમાડાથી બચવાને ડર રાખે તે મલ્લસિંદૂર બની શકે જ નહિ. કારણ કે થેડી * થડી વારે લેહસલાકા (શીખ) શીશીના મેંમાં મારવાની ખાસ જરૂર પડે છે. જે શીશીનું મેં બંધ થઈ જાય તો શીશી ફાટી જાય અને ધુમાડો લાગે તે આંખે આંધળે થાય. પરંતુ અમે એ અનુભવ મેળવ્યું છે કે, જ્યાં સુધી ગંધક બળે છે ત્યાં સુધી પારદ ઊડી શક્તા નથી. તેવી જ રીતે સેમલના કરતાં ગંધક વધારે વાળાગ્રાહી પદાર્થ હોવાથી ગંધકના ધુમાડા સાથે સમલ ઊડશે
For Private and Personal Use Only