________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચડાવવું અને તે સંપૂર્ણ સુકાઈ રહે ત્યારે બીજું પડ તે કરતાં જરા વધારે જાડું ચડાવવું તે સુકાઈ રહે ત્યાર પછી ત્રીજું પડે તેથી વધારે જાડું ચડાવવું. એ પ્રમાણે સાત પડ ચડાવતાં શીશીની ઉપર છે ઇંચથી ૧ ઇંરા સુધી કપડમટ્ટીનું જાડું પડ થવું જોઈએ. તે પછી તે શીશી સમાય અને આસપાસ ત્રણ ત્રણ ઇંચ જગ્યા ખાલી રહે, એવડું માટીનું કૂંડું લાવવું. પણ તે કુંડું એવું મજબૂત હેવું જેઈએ કે, ચાર ને બદલે આઠ દિવસ સુધી અહોરાત્ર અગ્નિ ઉપર રહે તે પણ ફાટી કે ખદખદી જાય નહિ. તેવા કુંડાને તળિયે મધ્યભાગમાં ૧ ઇંચ પહોળું એક છેદ કરે. તે છેદ ઉપર એક પાતળી ઠીકરી મૂકી તેના ઉપર પેલી શીશી ગઠવવી અને પછી શીશીની આસપાસ ઘણી મોટી નહિ તેમ ઘણી ઝીણી નહિ એવી રેતી એકસરખી ચાળીને ભરવી. જે કુંડા કરતાં શીશી ઊંચી રહે, તે તે કૂંડા ઉપર બીજે કાંઠે ગોઠવી તેને પેલા મટોડાથી સાંધે પૂરી તે કાંઠામાં રેતી પૂરવી. તે એટલે સુધી કે શીશીની ઉપર બે આંગળ થર આવે. પછી શીશીના મેઢા ઉપર એક માટીનું પાત્ર છાછરા ઘાટનું લઈ શીશીના મેઢામાં બેસતું આવે તેવી રીતનું તેમાં કાણું પાડી, શીશીના મોઢા ઉપર બેસતું કરવું. કારણ કે વખતે ઊભરો આવી શીશીની અંદરની વસ્તુ બહાર નીકળે તે આ પાત્રમાં ઝિલાઈ રહે. જો એ પાત્ર મૂકવામાં નહિ આવે તે ઊભરાયલી વરતુ રેતીમાં મળી જાય તે પાછી હાથમાં આવે નહિ. એટલું કર્યા પછી વાલુકાયંત્રની નીચે ધીમે અગ્નિ શરૂ કરે અને બીજે દિવસે તે અગ્નિને વધારવો. એટલે પારો અને ગંધક ઓગળીને શીશીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડશે. તે પછી થોડી વારમાં શીશીમાં ભડકે થશે તેથી વૈધે જરા પણ અકળાવું નહિ. એ ભડકે કઈ વાર ચાર કલાક કઈ વાર આઠ કલાક અને કઈ વાર બાર કલાક પણ ચાલુ રહે છે. તે ભડકેનરમ પડી જાય કે શીશીના મોઢાને
For Private and Personal Use Only