________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાને
૧૯૨૭
બંધબેસતો જૂની ઇટને ઘસીને એક બૂચ તૈયાર કરી રાખવે. તે બૂચ શીશીના મેઢા પર ઢાંકી દે, પણ તેને મુદ્રા કરવી નહિ. કલાક બે કલાક થાય કે પેલો બૂચ ઉઘાડીનાખ, એટલે ગંધકને રેકાયલો ધુમાડે બહાર નીકળી જશે. એમ કરતાં જ્યારે શીશીના મુખ પર મારેલા બૂચની અણી પર હિંગળક જે રંગ વળગતા દેખાય, ત્યારે તે બૂચને ગેળ અને ચૂનામાં ખરડીને શીશીના મોઢામાં બેસાડી દેવો અને તે પછી બત્રીસ પહેર પૂરા થાય ત્યાં સુધી આંચ આપ્યા કરવી. એટલે શીશીને તળિયેથી તમામ પારો ઊડી રાતા હિંગળક જેવું રસસિંદૂર શીશીના ગળાની આસપાસ વળગી જશે. જો કે રસસિંદૂર ત્રણ દિવસમાં પણ તૈયાર થઈ જાય છે. પરંતુ તે શીશી સાથે એવું એંટી જાય છે કે, તેને અને કાચને છૂટાં પાડતાં ઘણી મુશ્કેલી પડે છે અને વખતે કાચ સાથે રસસિંદૂર ચાલ્યું જાય છે અથવા રસસિંદૂરમાં કાચ આવી જાય છે. એટલા માટે બરાબર ચાર દિવસ એટલે બત્રીસ પ્રહરની આંચ આપવી કે જેથી શીશી ફેક્યા પછી તેમાં કાચને ભેગ આવે નહિ. રસસિંદૂરની ભઠ્ઠી ચડાવતી વખતે એક મોટી સાણસી અને એક લેખંડની બે દેરા જાડી અને દેઢ ગજ લાંબી શીખ કે જેનું એક પાસું અણીદાર બનાવેલું હોય અને એક બાજુ પકડાય એ આ કડો વળા હોય, તેવી શીખ તૈયાર રાખવી. કારણ કે શીશીમાંથી કઈ વખતે ઊભરો ચઢી શીશીનું મેં બંધ થઈ જાય છે. હવે જે તેવી સ્થિતિમાં પંદર મિનિટ રહે તે શીશી અગર તે ડાને ભાંગી, સર્વ પારે ગંધક સાથે ચૂલામાં પડે છે. અથવા શીશી કંડામાંથી ઊંચે ઊડી વૈદ્યનું માથું ફોડી, પિતે ફૂટી, પારા અને ગંધકને આકાશમાં ઊડાવી દે છે. તેમાં જે યંત્રની ઉપર છાપરું હોય તે બળતા ગંધકથી તે છાપરું બળીને ભસ્મ થઈ જાય છે. તેટલા માટે શીશીનું મુખ બનતી ત્વરાએ ખુલ્લું કરતા
For Private and Personal Use Only