________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
કહે છે, પણ તમ ખરલમાં તાપના વેગથી તે તે વનસ્પતિને રસ સુકાઈ જાય, તે પછી તેની સાથે કુંવારપાઠાને રસ કાઢી પારદને ડૂબતે રાખી ખરલને તપ્ત રાખી ઘૂટયા કરવું અને એટલે રસ બળી જાય તેટલો કુંવારપાઠાને બીજો રસ ઉમેરતા જવું. (૨) બીજે દિવસે ૨૦૦ તોલા પારદ ખરલમાં નાખી તેને ૧૬ મે ભાગે એટલે આશરે ૧૩ તલા અંકોલનાં બીજ અને ઇકવરણનાં ફળના શૃંદામાં કુંવારને રસ મેળવી સવારના ૮ વાગતાંથી સાંજ ના ૬ વાગતાં સુધી એવી રીતે સાત દિવસ મર્દન કર્યું. આઠમે દિવસે ખરલને ઠંડે પાડી પારદને ગરમ પાણીથી ધોઈ લઈ, લીંબુને રસ શેર ૧ તથા સિંધવક્ષાર શેર ૧ મેળવીને ઠંડા ખરલમાં એક દિવસ મર્દન કરાવ્યું. (૩) પછી ગરમાળાની શિંગે શેર પાંચ લાવી તેને ખાંડી ને મણ પાણીમાં ઉકાળી, પાંચ શેર પાણી બાકી રહ્યું ત્યારે તેને ચાળીને ગાળી લઈ પેલા તપ્ત ખલમાં નાખ્યું. અને સાત દિવસ સુધી કુંવારપાઠાને રસ તેમાં નાખતાં નાખતાં પારાનું મર્દન કરાવ્યું અને આઠમે દિવસે તે પારાને ગરમ પાણીથી જોઈ, પાછે સિંધવ અને કાંજીમાં એક દિવસ ખરલ કર્યો. (૪) પછી ચિત્રાનું ચૂર્ણ શેર ૧ નાખી, કુંવારને રસ મેળવી સાત દિવસ તસ ખરલમાં મર્દન કરાવ્યું. તે પછી આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ, પાછા કાંજી અને સિંધવમાં એક દિવસ ખરલ કરાવ્યા. (૫) તે પછી ધંતૂરાનાં પાતરાંના ૨ શેર રસમાં સાત દિવસ સુધી મર્દન કરતા ગયા અને કુંવારપાઠાને રસ ઉમેરતા ગયા. આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ કાંજી અને સિંધવમાં એક દિવસ ખરલ કર્યો. (૯) તે પછી ત્રિફળાનું ચૂર્ણ શેર ૩ મેળવી કુંવારને રસ નાખી તસ ખરલમાં સાત દિવસ મર્દન કરાવ્યું. આઠમે દિવસે પારદને ગરમ પાણીથી ધોઈને કાંજી તથા સિંધવમાં એક દિવસ મર્દન કરાવ્યું. (૭) બીજે દિવસે સૂઠ મરી
For Private and Personal Use Only