________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૯૨૧ કરવાની વિધિ અને સિંદૂર બનાવવાની વિધિ તથા તે ખવડાવવાની રીત સાથે પ્રકટ કરીએ છીએ. આથી વૈદ્યો પોતાને હાથે બનાવી ઉપગમાં લે. કારણ કે અમારો બનાવેલો ચંદ્રોદય અથવા સિંદુર અમે કેઈને પણ કઈ પણ ભાવે વેચતા નથી. માત્ર વૈદ્યોએ પિતાને હાથે બનાવીને વાપરવાં એવી સિદ્ધ આજ્ઞા કરીને તેને બનાવવાની વિધિ નીચે લખીએ છીએ –
૧. રસરત્નાકરમાં લખ્યા પ્રમાણે તાત ખરલની વિધિમાં ઊતરતાં પહેલાં ૨૪ ઇંચ લાં, ૯ ઇંચ પહોળો અને ૮ઇંચ ઊંડે એક લાકડાને ખલને માપ અને ઘાટ કરાવ્યો અને તે ઘાટ પ્રમાણે બીર લેખંડને ખલ ભરાવ્યું. તેવી રીતે એક બત્તી ૧૪ ઈંચ લાંબે અને ૨ ઇંચ જાડો બનાવ્યું. તે બેઉનું વજન સુરતી ૮ મણ થયું. તે ખલને તાપઉપર મૂકવા માટે ફાયર-પ્રફ ઇંટની, એક ભઠ્ઠી ફાયરપ્રફ સિમેન્ટથી એવી ચણાવી કે, તેમાં ખલની નીચે અગ્નિ રહે અને તે અગ્નિ એક લોખંડની જાળી ઉપર રહે. હવે તે જાળીની સાથે એક એવું છિદ્ર રાખ્યું કે, જે દ્વારા પંખાની ધમણથી પવન ફૂંકી દેવતા સચેત રખાય અને રાખડી નીચે પડતી જાય. એવી ભઠ્ઠીના ખાડામાં લાકડાં સળગાવી, દેવતા બનાવી તે ઉપર તસ ખરલ ગઢવી, હિંગળકમાંથી કાઢેલે પારો તેલા ૨૦૦ નાખી, પ્રથમ ઇંટનો ભૂકો, હળદર અને લીંબુને રસ મેળવી એક દિવસ ખલ કર્યો અને બીજે દિવસે જોઈ લીધે. પણ લેખંડને બત્તો જેનું વજન ૧૪ રતલનું થવાથી તે ખેંચી શકાય નહિ, તેથી તે બત્તાના છેડા ઉપર કાણું પડાવી તેમાં કડી ઘાલી, તે કડીમાં સાંકળ જેડી તે સાંકળને ઊંચી બાંધી. આથી બત્તાને માત્ર હાથને ઈશારે લાગવાથી ઘૂંટવાની સગવડ થઈ. આ પારદશુદ્ધિના તપ્ત ખરલના વિધિમાં એટલું યાદ રાખવાનું છે, કે જે જે વનસ્પતિમાં પારદને ઘૂંટવાને પ્રયોગ
For Private and Personal Use Only