________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રસવિદ્યા-વિજ્ઞાન
૧૧૫
તથા ભૂચરજી મરણ પામે છે. જો કે તેમાં સૂર્ય કંકણાકારે ઘેરાય છે, કારણ કે સૂર્યના કરતાં પૃથ્વી ઘણી નાની હોવાથી પૃથ્વીની છાયા સૂર્યને સંપૂર્ણ આચ્છાદિત કરી શકતી નથી. આથી ખગ્રાસ એટલે આખે સૂર્ય ઘેરા હોય તે પણ તેની ફરતી કેર ઉઘાડી રહે છે અને તેથી જ બળવાન પ્રાણીઓ બચી જાય છે. એટલે સૂર્ય જેમ વિય પોષક છે તેમ ચન્દ્ર રજપષક છે. એટલે મનુ બને અમાવાસ્યાની રાત્રી ચંદ્ર વિના પસાર કરવાથી નુકસાન થતું નથી, પણ જે એક દિવસ સૂર્ય વિના ચલાવવું પડે, તે આખી સૃષ્ટિનાં પ્રાણીઓને નાશ થાય. એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જગતની ઉત્પત્તિથી તે અંત સુધી સૂર્ય અને ચન્દ્ર પ્રાણીમાત્રના જીવન માટે નિર્માણ થયેલા છે. પરંતુ સૂર્ય અને ચન્દ્રના સામાન્ય પિષણમાં હતુઓના હીન અને મિથ્યા-વેગથી મનુષ્યપ્રકૃતિમાં જે ફેરફાર થાય છે, તેનું નિવારણ સામાન્ય સૂર્ય અને ચંદ્રને પ્રકાશ કરી શકતા નથી. એટલા માટે સૂર્યનું વીર્ય (તેજ) અને ચંદ્રના રજ (શીતળતા) ને ગે ઈશ્વરી સૃષ્ટિમાં તેના સંગ્રહરૂપે પાર અને ગંધક એવા બે પદાર્થો ઉત્પન્ન થયેલા છે. જેમ શિવ (પુરુષ) પાર્વતી (શક્તિ) વિના રહી શકતા નથી તેમ પુરુષ (શિવ) વિન શક્તિને રહેવાનું સ્થળ નથી. એજ રીતે પારો ગંધક વિના કાર્ય કરી શકતો નથી અને ગંધક પારા વિના નકામે છે. એટલે મનુષ્ય પ્રાણીને ત્રિગુણાત્મક શરીરમાં પરસાત્મક આહારથી અને સપ્ત રશ્મિરૂપ પ્રકાશથી જે ફેરફાર થાય છે, તેને સમાનભાવે વર્તાવવાને પારે અને ગંધક સિવાય બીજા કેઈ બળવાન પદાર્થ જણાતા નથી. રસાયનશાસ્ત્ર પારા તથા ગંધકને નૈસર્ગિક ગુણવાળા ગણે છે. એટલે જેમ લાકડું બળીને કોલસો થયા પછી, પથ્થર બળીને ચૂને થયા પછી અને બીજી ધાતુઓ બળીને ભસ્મ થયા પછી પાછી પિતાના સ્વરૂપમાં એટલે
For Private and Personal Use Only