________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
લાકડું, પથ્થર કે ધાતુ બની શકતી નથી. તેમ પારા અને ગંધકને માટે નથી; પણ પારા અને ગંધકને બાળીને ધુમાડાના રૂપમાં ફેરવી નાખ્યો હોય તે પણ તે ધુમાડાને જે એકઠા કર્યો હોય, તે પારો અને ગંધક પિતાના અસલ રૂપમાં પ્રગટ થાય છે. એટલા માટે અમારા આયુર્વેદે પારાને મૂઈિત–અવસ્થામાં લાવીને તેને વાપરવાને કમ સિદ્ધ કર્યો છે. પારાને ગમે તે વસ્તુ સાથે વાટવામાં આવે તે પણ તે વસ્તુ સાથે પારે લીન થતા નથી, પરંતુ જે ગંધક સાથે વાટવામાં આવે તે પારે અને ગંધક પિતાના સ્વરૂપને બદલી બેઉ જણ પોતાનાં રૂપ, રંગ છેડી કાળા રંગમાં એટલે આકાશતત્ત્વમાં (પિતાના સ્વભાવને કાયમ રાખી) લીન થઈ જાય છે અને પાછો કોઈ પણ યુતિથી તે માંહેલે ગંધક છૂટો પાડવામાં આવે તે પારો પોતાના મૂળ રૂપમાં પ્રકાશિત થાય છે. એટલા માટે પારા અને ગંધકને નૈસર્ગિક એટલે કઈ પણ અવસ્થામાં પિતાના સ્વરૂપને ત્યાગ ન કરે તેવા પદાર્થો માનેલા છે. અને તેથી જ રસશાસ્ત્રના જ્ઞાતાઓએ પારાને શંકરનું વિર્ય અને ગંધકને પાર્વતીનું વીર્ય (રજ) માનેલું છે. અને તે વીર્ય તથા રજને અત્યંત શ્રેષ્ઠપણું આપી, જેટલી મર્યાદા શંકર અને પાર્વતીની રાખવામાં આવે છે, તેટલી જ મર્યાદા પારા અને ગંધકને માટે પણ મનેલી છે. અને તેથી રસશાસ્ત્રના ગ્રંથોમાં પારાના દર્શનનું, સ્પશનનું, મૂછનનું અને ઉત્થાપનનું (હાલના જમાનાની આંખે) અતિષયેક્તિ ભરેલું વર્ણન કરવામાં આવ્યું છે. અને રસવિદ્યા મૂર્ખાના હાથમાં ન જાય તથા વિદ્વાને અને ધનવાનેજ માત્ર જગતના ઉપકારને માટે રસવિદ્યામાં પ્રવેશ કરી શકે, એટલા માટે રસશાળામાં જોઈતા પદાર્થો, રસશાળાને ચલાવનાર ઉત્તમ ગુણવાળા વૈદ્યો, રસશાળાને નિભાવનારા ઉદરચરિત ધનવાને તથા શુદ્ધ, સરળ, શાંત, દક્ષ અને ઉદ્યોગી પરિચારકોની
For Private and Personal Use Only