________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૪.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કર
નાખતા જવું તથા લીમડાના સોટાથી હલાવતા જવું. એ પ્રમાણે ૬ શેર રસ નાખવાથી ભસ્મ થાય છે.
બીજી વિધિ-જસતમાં કાંટાળા થારનું દૂધ જસતના વજન પ્રમાણે નાખી શેરના મૂળના સોટાથી બે પહોર સુધી ઘૂંટવાથી ભસ્મ તૈયાર થાય છે. ' લોહભસ્મ -(ગલ) ગજવેલ સારી ઊંચી (સ્ટીલ) ઘોડા છાપ અથવા તલવાર જે વટની સારી ગણાય છે તેના કટકા મળે તે વધારે સારું અથવા ઘડિયાળની કમાનો લાવી, પછી તેનાં પાતળાં પતરાં કરાવવાં અને જે કમાને હોય તે વાળથી બાંધવી. પછી તેને ગરમ કરી તેલ, છાશ, મૂત્ર, કાંજી, કુલથીને કવાથ અને આકડાનું દૂધ એ દરેકમાં સાત સાત વાર છમકારવું અને છેવટે ત્રિફળાના કવાથમાં ૨૧ વાર છમકારવું જેથી શુદ્ધ થાય છે. શુદ્ધ કર્યા પછી રેતરડી વડે તેને બારીક ભૂકે કરાવી લે. ભસ્મવિધિ:શુદ્ધ કરેલ ગજવેલના ભૂકાથી બમણાં પાકાં દળદાર જાંબુ લાવી તેની લુગદી કરી તેમાં ગજવેલને ભૂકો નાખી તેને સંપુટમાં ભરી કપડમટ્ટી કરી ગજપુટ આપ, એ પ્રમાણે એકવીસ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
બીજી વિધિઃ-ગજવેલના ભૂકાને આકડાના દૂધમાં પલા૧. દર અઠવાડિયે દૂધ બદલવું. એ પ્રમાણે ચાળીસ દિવસ કરવું. દર અઠવાડિયે ગજપુટ આપો . એ ભસ્મને ઘેરના દૂધના સાત, ઘેળા ફૂલવાળા અગથિયાના ત્રણ તથા ગળજીભીના સાત પુટ દઈ ગજપુટ આપવાથી ઉત્તમ ભરમ થાય છે.
ત્રીજી વિધિઃ-ગજવેલના ભૂકાને ખાખરાનાં પાનમાં ખરલ કરી ગજપુટ આપ. પછી કુંવારના રસમાં સાત ગજપુટ આપવા, પછી આકડાના દૂધના ત્રણ પટ દઈ ગજપુટ આપ, પછી શેરના
For Private and Personal Use Only