________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ત્રમાં એકવીસ વખત બુઝાવ જેથી ભૂકે થઈ જાય છે. એ ભૂકાને ત્રિફળાના કવાશમાં એકવીશ ગજપુટ આપવાથી ભસમ થાય છે. જે ઉત્તમ બનાવવો હોય તે ત્રિફળાના, ગોમૂત્રના, કુંવારના અને પંચામૃતના એ દરેકના એકવીશ એટલે બધા મળી કુલ રાશી પુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. - હિંગુલભમર-હિંગળકને લીંબુના રસની અને ઘેટીના દૂધની સાત સાત ભાવના આપવાથી શુદ્ધ થાય છે.
ભસ્મવિધિ-હિંગળકને આકડાના દૂધમાં બારીક વાટી થેપલી કરી સૂકવવી. એ પ્રમાણે ત્રણ વખત કરી પછી પીપળાનાં છોડાં, લીમડાનાં છેડાં અને વડનાં છોડાં, એ ત્રણેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, છાણું એક લઈ વચ્ચે સારી રીતે ખોદી ખાડો કરે. તેમાં ઉપલું ચૂર્ણ અરધું પાથરી હિંગળકની થેપલી મૂકી બાકીનું ચૂર્ણ ઉપર પાથરી છાણું ઢાંકી છિદ્ર ન દેખાય તેમ છાણથી બંધ કરી, બેત્રણ છાણાંમાં ફેંકી દેવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ પાનમાં ખાવાથી તમામ જાતના શ્વાસરોગ મટે છે.
ત્રિભંગભમડ-કલાઈ સીસું તથા જસત એ ત્રણેને જુદાં જુદાં શુદ્ધ કરી એકરસ કરવાં. (એટલે એ ત્રણેને ઠીબમાં નાખી ચૂલે ચડાવી રસ કરી તેમાં કુંવારના મૂળથી ઘૂંટતાં જવું. જયારે તમામ બળી કાળું પડેલું જણાય ત્યારે કાઢી ચાળી નાખવું. જે કાચું નીકળે છે તેનો રસ કરી ઉપર પ્રમાણે ભસ્મ કરી ચાળી કુંવારના રસમાં ખૂબ ખરલ કરી ટીકડી કરી સૂકવી સંપુટમાં ભરી ગજપુટ આપ. જે તેમાં પારદ મેળવવામાં આવે તો એ ચાબંગભસ્મ કહેવાય છે. પારદ મેળવ્યું હોય તે તે ઊડી જાય છે પરંતુ ગુણમાં ઉત્તમ બને છે.
અબ્રભસ્મર–વજાભ્રક લાવી તેને લાલચોળ તપાવી સાત
For Private and Personal Use Only