________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandin
ધાતુ, ઉપધાતુ, શિધન ને મારણ
૧૦૦૫
-
-
=-
- - -
સેમલનો કટકો મૂકી ઉપર બીજી શાખ ખૂબ દાબીને ભરી દઈ છાણાં શેર ૩ લઈ કુલડીની આજુબાજુ ગઢવી સળગાવવાં. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે પાકી ગયેલે સેમલ પતાસાં જેવો થઈ જાય છે. આ ભસ્મ નિધૂમ થાય છે.
સુવર્ણ માલિકભસ્મર-સુવર્ણમાક્ષિક ત્રણ ભાગ, તથા સિંધવ એક ભાગ લઈ એ બંનેને વાટી લેઢાની કડાઈમાં નાખી અગ્નિ ઉપર મૂકવું તથા લીંબુનો રસ નાખો અને હલાવવું. જ્યારે કડાયું લાલચોળ થઈ જાય, ત્યારે નીચે ઉતારી તેમાંથી સેનામુખી કાઢી લેવી. એ પ્રમાણે કરવાથી સોનામુખી શુદ્ધ થાય છે.
ભસ્મવિધિ-સેનામુખીને ઉપર મુજબ શુદ્ધ કરી કુલથીના ક્વાથમાં ઘૂંટી ગજપુટ આપવો. એ પ્રમાણે સાત ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. તેમજ કુલથીના કવાથને બદલે તેલમાં અથવા છાશમાં ગજપુટ આપવાથી પણ ભસ્મ થાય છે.
ઉપર પ્રમાણેની તમામ ભમે વનસ્પતિના રોગથીજ થાય છે. તે મારા હાથથી બનાવેલી જણાવેલી છે. તેને ઉપગ અનુપાનની પેજના કરીને જૂજ વજને કરવાથી ઘણા રોગમાં ફાયદો કરે છે. અનુપાન તમામ વૈદ્યો જાણતા હોવાથી જણાવ્યાં નથી. તેમજ યંત્રો વિશે પણ વૈદ્યોને માહિતી હોવાથી લંબાણથી લખ્યું નથી, માટે વૈદ્યોએ બુદ્ધિ પહોંચાડી ઉપયોગ કરે. વળી વનસ્પતિના ગુણ પ્રમાણે ધાતુ વગેરેની ભસ્મના ગુણમાં તફાવત પડે છે. તે જે વનસ્પતિથી ભરમ તૈયાર કરવામાં આવી હોય, તે વનસ્પતિના જેજ ગુણ ભસ્મમાં હોય છે તે યાદ રાખવું. અનુપાન, વજન તથા ક્યા કયા રોગ ઉપર આપવામાં આવે છે, તે વૈદ્યરાજે જાણતા હોવાથી લંબાણથી લખ્યું નથી.
ચાજિકભસ્મઃ-અભ્રકનાં (કાળી) બે આની જેવડાં ૧ તલા
For Private and Personal Use Only