________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૧૦૦૭
આપવાથી ગરમ બુખારા, શરીરની નબળાઇ તથા ધાતુક્ષયને મ ટાડે છે, ક્ષયના તાવ માટે દુધીને પુટપાકથી સ્વરસ કાઢી, તે રસના અનુપાન સાથે આ દવા આપવાથી ક્ષયના તાવને મટાડે છે.
પેાલાદઃ-પોલાદના ભૂકાને ત્રિફળાના કવાથમાં દિવસે ઘૂ’ટી રાત્રે ગજપુટ આપવા. એ પ્રમાણે સાત ગજપુટ આપ્યા પછી પેલાદથી અષ્ટમાંશ હિંગળેાક મેળવી કુંવારના ગર્ભમાં ઘૂટી રાત્રે ગજપુટ આપવા. દિવસે ઘૂંટવું તથા રાત્રે ગજપુટ આપવે. એ પ્રમાણે સાત ગજપુટ આપવા જેથી શુદ્ધ અને અકસીર ભસ્મ થાય છે. તે સઘળા રેગેા પર આપવાથી સારું કામ કરે છે.
મંગલમઃ-કલાઇ તાલા ૧૦ લઇ તેના વાલ વાલ જેવડા કટકા કરી મેદીનાં લીલાં પાન લાવી, એકેક રતલની એ રાટલી બનાવી ટાટ પર એક રોટલી મૂકી ઉપર કલાઈના કટકા પાથરી મેદીની રેટલી મૂકી, યુક્તિથી માંધી, એક ખાડામાં અડાયાં શેર ૩ થી ૪ ગેાઠવી, તે ઉપર આમલીની છાલ શેર ૨ પાથરી મેદીવાળી પેાટલી મૂકી, બીજી છાલ તથા અડાયાં ગાઢવી ઉપરથી આંચ કરવી. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે સંભાળીને સફેદ ચૂના જેવી ભસ્મ કાઢી લેવી. તે સઘળા રાગો ઉપર બુદ્ધિપૂર્વક સમજીને વાપરવાથી સારું કામ કરે છે.
પારદને ષદ્ગુણ ગંધક જારણ કરવાની સરળ ક્રિયાઃજ્યારે પારદને ષડ્ડણુ ગંધક જારણ કરવું હાય, ત્યારે એક લેઢાની કડાઇ તથા ડંડા ખૂબ માંજીને સાફ કરવાં. પછી કડાઇને મધ્યમ અગ્નિ ઉપર મૂકી, તેમાં પારો રેડી તેમાં તેટલેાજ (પારા જેટલા ) ગ ́ધક નાખી ડંડાથી રગડવું, ધુમાડા નીકળે અથવા ખળતું થાય તા પણ છૂટયા કરવું. જ્યારે ધુમાડા નીકળતા અધ થાય ત્યારે તરતજ બીજો તેટલેાજ ગંધક નાખી ઘૂંટવુ'. એ
For Private and Personal Use Only