________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૧૦૦૩
-
-
ણમાં ભરી ગજપુટ આપવાથી ભરમ થાય છે. તેવી જ રીતે યરીંગણુના રસમાં અથવા થોરના દૂધમાં ઉપર પ્રમાણે કરવાથી ભરમ તૈયાર થાય છે.
કપર્દભસ્મ -(કેડી) કેડીને લીંબુના રસમાં પલાળી ગજપુટ કરવાથી ભસ્મ થાય છે.
ગંધકની શુદ્ધિ –ગંધકના બરાબર વજને ઘી લઈ એક લેખંડની પેણીમાં ઘી ઓગાળી, તેમાં ગંધક નાખી એકરસ થાય ત્યારે એક તપેલીમાં દૂધ ભરી ઉપર એક કપડું ઢીલું બાંધી તેમાં રસ રેડી દે, જેથી કપડામાંથી ગળીને ગંધક દૂધમાં પડી ઠરી. જશે. તે ગંધકને કાઢી વાટી ઉપર પ્રમાણે ત્રણ વખત કરવાથી ગંધક શુદ્ધ થાય છે.
ગંધકભસ્મ –દાડમને વચમાંથી કેરી અંદર ગંધક ભરી ઉપર કપડું લપેટી થોડાં છાણાંના અગ્નિમાં પકાવે. એ પ્રમાણે સાત દાડમમાં ગંધકને પકાવવાથી ગંધકની ભસ્મ થાય છે.
ગંધક તેલઃ-એક પાકું રીંગણું લઈ તેની નીચેથી ગંધક અંદર ભરે. પછી એક વાસણમાં રીંગણું એવી રીતે લટકાવવું કે નીચે અડકે નહિ. તે વાસણની નીચે બાકું કરી એક કાચને પ્યાલે મૂકી પાતાળ યંત્રથી તેલ કાઢવાથી તેલ નીકળે છે.
બીજી વિધિઃ-લોઢાની પેણીમાં ગંધકને ઓગાળી, તેમાં એરંડ તેલના ૧૦ થી ૧૫ ટીપાં નાખી લેઢાની સળીથી હલાવવું જેથી ગંધક લે છે. પછી તેમાં ચબેલીનું તેલ અથવા સુખડનું તેલ નાખવાથી તેલ બને છે.
ત્રીજી વિધિઃ-ધંતૂરાનાં બીજને સાત પુટ ગાડરના દૂધના આપવા તથા માલકાંકણું તેલા ૧૦ તથા ગંધક એ ત્રણેને મિશ્ર
For Private and Personal Use Only