________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શોધન ને મારણ
૧૦૦૧
વચ્ચે ટીકડી મૂકી ઉપર ચૂનો દાબી સંપુટ બંધ કરી ઉપર કપડમટ્ટી કરી ગજપુટ આપો. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે કાઢી સંપુટ ખલી જોશો તો ચૂનાને રંગ પીળા થઈ ગયેલ તથા મનસીલ સફેદ થઈ ગયેલે જણાશે. તે મનસીલભમને કાઢી એક ચોખાપૂર માત્રા સાકર સાથે આપવાથી તમામ જાતના તાવ જાય છે.
મનસીલશુદ્ધિઃ-મનસીલને બકરીના મૂત્રમાં ત્રણ અહેરાત્ર સુધી દલાયંત્રથી બાફી આદુના રસની (ખરલમાં) સાત ભાવના આપવાથી શુદ્ધ થાય છે.
સાબરગ ભસ્મક-સાબરશંગને આકડાના દૂધમાં કટકા કરી સાત દિવસ સુધી પલાળી પછી સંપુટમાં ભરી કપડમડ્ડી કરી ગજપુટ આપવો. એ પ્રમાણે સાત ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. એ પ્રમાણે કુંવારના રસને સાત ગજપુટ આપવાથી પણ ઉત્તમ ભમ થાય છે.
બીજી વિધિઃ-સાબરશિંગાના કટકા કરી તેના ઉપર અડદના લોટને પાણીમાં મેળવી જાડો કરી ચોપડી આંબલીની છાલ વાટી તેના ઉપર ભભરાવવી. પછી આમલીનાં લીલાં ડાં નીચે પાથરી ઉપર ઓપધ મૂકી છાણાં સિંચી સળગાવવાથી ભસ્મ થાય છે.
ત્રીજી વિધિઃ-હાડસાંકળના રસમાં સાબરશિંગાના કટકાને પલાળી સંપુટમાં ભરી બીજો રસ નાખી સંપુટ બંધ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
ચેથી વિધિઃ-સાબરશિંગું તેલા ૫ લઈ ગોમૂત્રમાં સાત દિવસ પલાળી એક કુલડીમાં ગોમૂત્ર ભરી તેમાં સાબરશિંગું મૂકી કુલડીનું મોઢું બંધ કરી સંધિલેપ કરી ગજપુટ આપવાથી ભરમ થાય છે. તે ભસ્મમાં અકલગરે, જાયફળ, પીપર અને સાબરશંગભસ્મ એ સર્વ સમભાગે લઈ, બારીક વાટી કીડામારીના
For Private and Personal Use Only