________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
હ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ભાંગરે, કેળને કંદ, સાતવાણ, દેવદાર, ગળે, ધંતૂર, કાદરી, દંતમૂળ, લેધર, તુલસી, દરો, હર, ઉંદરકાની, દાડમનાં પાન, ઉપલસરી, શંખાવલિ, નાગરવેલ, તગર, સાટોડી, મચ્છવેલ, બ્રાહ્મી, કડુ અને મીંઢળ એ ઔષધોમાં જેને રસ નીકળે તેને રસ કાઢી વાપરો તથા જે ઔષધો સૂકાં મળે તેને કવાથ કરી તેમાં અબ્રક ઘૂંટી ગજપુટ આપે. એ દરેક ઔષધના સત્તર પુટ આપવાથી સહસંપુટી અભ્રકભસ્મ થાય છે.
ત્રીજી વિધિ (શતપુટી) અભ્રકને વડના દૂધના ૧૩ પુટ, ખરસાણી થોરના દૂધના ૧૩ પુટ, આકડાના ૧૩ પુટ, કુંવારના ગર્ભના ૧૩ પુટ, મેથના કવાથના ૧૩ પુટ, ગોમૂત્રના ૧૩ પુટ, વડની વડવાઈના ૧૨ પુટ અને બકરીના મૂત્રના ૧૨ પુટ આપવાથી શતપુટી અભ્રક થાય છે.
ચેથી વિધિઃ-એરંડાનાં પાનને રસ કાઢી અભ્રક જેટલા વજને ગોળ નાખી, ગેળ ગળી જાય એટલે તેમાં ધાન્યાશ્વક નાખી મસળી ગેળા વાળી ઉપરનીચે વડનાં પાન લપેટી ગજપુટ આપ. એ પ્રમાણે સાત પુટ આપવાથી ભસ્મ થાય છે. જે ચંદ્રિકા જ ણાય તે વધુ ભઠ્ઠી આપવી.
પાંચમી વિધિઃ-કાળા ધંતૂરાનાં લીલાં ડેડવાં ખાંડી અને બ્રકનાં પતરાં ઉપર ચોપડવાં. પ્રથમ ડોડવાને ભૂકો નાખી અભ્રક પાથરી ઉપર ડોડવાને ભૂકો નાખી સંપુટમાં ભરી કપડમટ્ટી કરી, ઇંગરિયાં શેર ૧૦ લઇ તેને ભઠ્ઠીમાં નાખી વચમાં સંપુટ મૂકી સળગાવી દેવી. એ પ્રમાણે ત્રણ ભઠ્ઠી આપવાથી ભસ્મ થાય છે. - છઠ્ઠી વિધિઃ-વજાભ્રકને ગરમ કરી સાત વખત દૂધમાં બુઝાવવાં. પછી ભાંગના પાણીમાં અન્નકને બે પહોર સુધી વાટી લુગદી કરી, કાળી દરાખ વાટી તેનાં કુલડાં કરી તેમાં અબ્રક મૂકી
For Private and Personal Use Only