________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેલર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઘંટીનું નાનું પડ ઢાંકવું અને તે પડની વચમાં જે છિદ્ર હોય તેની ઉપર બીજે નાનો પથ્થર ઢાંક. પછી રેડતી વખતે નાનો પથ્થર જરા ખસેડી રેડવું ને તરત ઉપર નાને પથ્થર ઢાંકી દે, જેથી કલાઈ ઊડી પાછી ઠામમાં પડશે. નહિ ઢાંકવાથી કલાઈ ઊડી જાય છે અને શુદ્ધ કરનારને વગાડી બેસે છે. માટે ઘંટીના પડ વગર કલાઈ, સીસું તથા જસત એ ત્રણે ધાતુને શુદ્ધ કરવી નહિ. એ ત્રણે ધાતુની શુદ્ધિ તેલ, છાશ, મૂત્ર, કાંજી, કુલથીન કવાથ, આકડાનું દૂધ તથા ત્રિફળાને કવાથ એ દરેકમાં સાત સાત વખત રેડવાથી ઉત્તમ પ્રકારથી શુદ્ધ થાય છે. એટલું ધ્યાનમાં રાખવું કે, પ્રથમ શુદ્ધ કરી પછી મારણ કરવું.
ભસ્મવિધિઃ-કલાઈનાં કંટકથી પતરાં તેલ ૧ લઈ તેની ઝીણી કાતરી કરી, રાઈ શેર , લસણ શેર છે અને ગોળ શેર છે એ ત્રણેને એકત્ર કરી વાટી છાણાં ઉપર અરધું પાથરવું તેની ઉપર કલાઈ મૂકી ઉપર બાકીનું ચૂર્ણ દાબવું તથા તેની ઉપર છાણું મૂકી બે ટેપલા છાણને અગ્નિ આપ જેથી ભસ્મ થાય છે. આ ભસ્મ કામદેવને જાગૃત કરવામાં પહેલા નંબરનું કામ કરે છે.
બીજી વિધિ –લીમડાનાં પાન લાવી બારીક ખાંડી, એક છાણા ઉપર પાથરી ઉપર કલાઇનાં પતરાં મૂકી, ઉપર લીમડાનાં પાનને અડધો ભૂકે દાબી છાણું ઢાંકી સળગાવવાથી તભસ્મ થાય છે. - ત્રીજી વિધિ – અરડૂસીનાં પાન લાવી ખાંડી તેના બે ભાગ કરી, એક ભાગ છાણાં ઉપર પાથરી ઉપર કલાઈનાં પતરાં ગોઠવી બીજો ભાગ પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે. આ ભસ્મ ઉધરસ તથા ક્ષય ઉપર સારું કામ કરે છે.
ચોથી વિધિ –બાવળનાં પાન, ખીજડાનાં પાન અથવા મેંદીનાં પાન એ ત્રણમાંથી ગમે તેનાં પાન લાવી વાટી એક છાણું
For Private and Personal Use Only