________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
--
-
-
-
-
-
- :
::
,
,
,
,
,
,
,
- -
-
-
-
-
-
-
-
-
- -
-
પેશીઓ પુરુષના શરીરમાં પાંચસે છે અને સ્ત્રીના શરીરમાં પાંચસે વીશ છે. તે પૈકી ગળાના ઉપલા ભાગમાં એટલે ગરદનમાં ચાર, દાઢીની નીચે આઠ, ગળાના સાંધામાં એક, ગળામાં એક, એ રીતે ચૌદ પેશીઓ ગળામાં ગણાય છે. એ પેશીઓમાં જ્યારે ઉદા નવાયુને અતિગ થઈ રસ કફને હીનગ થાય છે, ત્યારે સાધકપિત્તથી તપીને તે પેશીઓ ફૂલે છે, એટલે આપણે તેને ગાંઠના નામથી ઓળખીએ છીએ. તેવી રીતે જે પુરુષના ગળા પર એટલે કાનની નીચે ચામડીના રંગની થડા સેજા સાથેની વેદનાવાળી જે ગાંઠ થાય છે, તેને ગલગંડ કહેવામાં આવે છે. અથવા ગળામાં દુષ્ટ થયેલે ઉદાનવાયુ રસ કફ, મેદ સાથે મળીને ગળાની પાછલી નસોમાં રહીને વાયુ, પિત્ત અને કફ પિતાના મિશ્ર પણાથી પિતાના ગુણધર્મયુક્ત જે ગાંઠ ઉત્પન્ન કરે છે, તેને ગલગંડ કહેવામાં આવે છે. જે ગલગંડમાં વાયુનું પ્રાધાન્ય હોય તેમાં સો ભેંકાયા જેવી પીડા થાય છે અને તે ઘણી લાંબી મુદતે વધે છે તથા તે કોઈ પણ ઉપાયે પાકતી નથી. જે પિત્તનું પ્રાધાન્ય હોય તે રોગીને તાવ આવે છે, બળતરા થાય છે અને તે ગાંઠ જલદી પાકી જાય છે. જે કફનું પ્રાધાન્ય હોય તે તે ગાંઠે સ્થિર તથા જડ માલુમ પડે છે અને તેમાં અત્યંત ચળ આવે છે. તેને રંગ ચામડીના જેવો હોય છે અને તે બહુ દિવસે વધે છે તથા ઘણા કાળે પાકે છે. તેવી રીતે ત્રણે દે બગડીને ગળામાંના મેદ સુધી પહોંચે છે તેથી જે ગાંઠ થાય છે તે ચીકણી, જડ, ધોળા રંગની, બદબો મારતી, પીડા યુક્ત અને હાલતી તથા રોગીનું શરીર જેમ ફૂલતું કે કરમાતું જાય છે, તેમ તે ગાંઠ પણ નાનીમોટી થતી જાય છે. જે ગલગંડને રોગી શ્વાસ મૂકે છે તે, જેનું શરીર પિચું થઈ ગયું હોય તે, જે ગલગંડને એક વર્ષ થઈ ગયું હોય છે તે, જે રોગીને અરુચિ અથવા સ્વરભંગ થયે હોય છે તે અને જે
For Private and Personal Use Only